No results found

    ડબ્બા ટ્રેડિગ કેસમાં સંડોવાયેલા આરોપીને મહેસાણાની LCB ટીમે તેના ઘરેથી દબોચી લીધો | LCB team of Mehsana nabs accused involved in Dabba trading case from his house | Times Of Ahmedabad

    મહેસાણા9 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર અને વિસનગર પંથકમાં ડબ્બા ટ્રેડિગનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો છે. અનેકવાર પોલીસે ડબ્બા ટ્રેડિગ કરતા શખ્સોને ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે વડનગર પોલીસ મથકમાં નોંધાયેલા ડબ્બા ટ્રેડિગ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની એલસીબીની ટીમે તેના ઘરેથી દબોચી લીધો હતો.

    ઉઢાઈ ખાતેથી આરોપી ઝડપાયો

    મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ મથકમાં નોંધાયેલા ડબ્બા ટ્રેડિગના ગુનામાં ફરાર આરોપી વિરુદ્ધ કલમ 419, 420, 120 (બી), સહિત કલમો હેઠળ ગુના નોંધાયા છે. જે મામલે ફરાર આરોપી પટેલ દીક્ષિત કુમાર મુકેશ ભાઈ ઉઢાઇ ખાતે પોતાના ઘરે હાજર હોવાની બાતમી મહેસાણાની એલસીબી ટીમને મળતા ટીમે તેના ઘરે જઇ આરોપીને દબોચી લીધો હતો.

    આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
    ​​​​​​​
    ડબ્બા ટ્રેડિગ કેસમાં ફરાર આરોપી ઝડપાયા બાદ મહેસાણા એલસીબી ટીમે આરોપીને વડનગર નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતા કોર્ટ 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال