No results found

    વાલિયા તાલુકાના મેરા-આમલડેરા ગામ વચ્ચે કારમાંથી સવા બે લાખનો દારૂ ઝડપાયો | Liquor worth two and a half lakhs was seized from a car between Mera-Amaldera village of Walia taluka | Times Of Ahmedabad

    ભરૂચએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • કુખ્યાત બુટલેગર કલ્પેશ વસાવા ફરાર

    વાલિયા પોલીસે મેરા-આમલડેરા ગામ વચ્ચેથી સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ સવા છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે તપાસ હાથ ધરી છે.

    વાલિયા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવા પોતાની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મેરા ગામ તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ.કે.વી.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ મેરા ગામની સીમમાં વોચ ગોઠવી ઉભો હતો તે દરમિયાન આમલડેરા ગામ તરફથી બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર કાચા રસ્તે દારૂ ભરેલ કાર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે સ્કોર્પિયોની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 2064 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સવા બે લાખનો દારૂ અને 4 લાખની ગાડી મળી કુલ સવા છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેરા ગામના કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال