વિસનગર31 મિનિટ પહેલા
- કૉપી લિંક

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને IBM (International Business Machine) કંપની વચ્ચે નોકરી અને કૌશલ્ય વિકાસ માટે, વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત સમારોહ દરમિયાન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કે.એ.પટેલ અને IBMSkillBuild પ્રોજેક્ટના લીડર શર્વરી પરીખ અને વરિષ્ઠ પ્રોજેક્ટ સહયોગીઓ દ્વારા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoUમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના 700થી વધુ વિદ્યાર્થીઓએ IBMSkillBuild અને CSRbox પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને કૌશલ્ય વિકાસના તાલીમ સેમિનારમાં હાજરી આપી હતી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, અમને IBMSkillBuild સાથે અમારી યુનિવર્સિટીના UG અને PG સ્ટુડન્ટ્સને પ્રોફેશનલ ટચ મળે તથા નામાંકિત કંપની દ્વારા વિદ્યાર્થીઓને જોબ તથા સ્કીલ દ્વારા વિશ્વસ્તર માટે તૈયાર કરવા માટે MOU ભાગીદારી કરવામાં આનંદ થાય છે. આ ભાગીદારી અમને અત્યાધુનિક ટેક્નોલોજી વિક્સાવવા માટે, બંને સંસ્થાઓની શક્તિનો લાભ લેવા અને સમગ્ર સમાજને લાભદાયી નીવડે તથા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવામાં મદદરૂપ થશે.”

નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા રામનગર સોસાયટી વિસનગરમાં નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 80 લોકોએ લાભ લીધો હતો. તેમને હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં 19 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ રામનગર સોસાયટી વિસનગરના પ્રમુખ તેમજ સોસાયટીના અગ્રણીઓ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિસનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડાના પેટાકેન્દ્ર કામલપુર ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સ્ટાફ દ્વારા ટી.બી.ના દર્દીના લક્ષણો, તપાસ સારવાર અને સહાયની માહિતી આપવામાં આવી હતી. જેમાં વિસનગર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.રાજુ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં પણ જાગૃતિ લાવવા માટે કામલપુર ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
