No results found

    વડોદરામાં નવાપુરા પોલીસે ઘરેથી ગુમ થયેલી મહિલાને ગણતરીના કલાકોમાં શોધીને પરિવારને સોંપી | Nawapura police in Vadodara found the missing woman from her home within hours and handed her over to her family | Times Of Ahmedabad

    વડોદરા5 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    મહિલાને પોલીસે શોધીને પતિને સોંપી. - Divya Bhaskar

    મહિલાને પોલીસે શોધીને પતિને સોંપી.

    વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને ગણતરીના કલાકોમાં શોધીને નવાપુરા પોલીસની ટીમે તેના પતિને સોંપી હતી. પતિએ પોલીસનો આભાર માન્યો હતો.

    મહિલાની શોધખોળ શરૂ કરી
    વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા વિઢ્ઢલેશ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા કવિતાબેન કૌશિકભાઇ સોલંકી પોતાના ઘરેથી નીકળી ગઈ હતા. પત્ની ગુમ થઈ જતાં પતિએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, પત્ની ન મળતા પતિએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. નવાપુરા પોલીસે તુરંત જ મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

    કચરો નાખવા જવાનું કહીને ઘરેથી નીકળી
    મહિલા અગાઉ પણ ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પોલીસે નવાપુરા પોલીસે મહિલાને શોધીને તેના સગાઓને સોંપી હતી. આજે સવારે 8 વાગ્યની આસપાસ ફરીથી ઘરેથી કચરો નાખવા જાઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી ગયા હતા. જેથી નવાપુરા પોલીસે હ્મુમન રિસોર્ટ અને ટેક્નિકલ રિસોર્સથી તપાસ શરૂ કરી હતી.

    પોલીસે મહિલાને શોધીને પરિવારને સોંપી
    આ દરમિયાન પોલીસકર્મી માત્રાભાઇ દેવાભાઈ અને સંજયકુમાર મફાજીને ગુમ થયેલી મહિલા માંજલપુર રોડ વિશ્વામિત્રી બ્રિજ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલા કવિતાબેન સોલંકીને શોધીને તેમના પતિ કૌશિકભાઇને સહી સલામત રીતે સોંપી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال