No results found

    મહેસાણાના લાખવડ પાસે કારની ટક્કરના કારણે ઊંટગાડીના ફુરચા નીકળી ગયા, કરિયાણાનો સામાન રસ્તા પર વિખેરાયો | Near Lakhwad, Mehsana, camel wheels were dislodged due to car collision, groceries were scattered on the road. | Times Of Ahmedabad

    મહેસાણા28 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર આવેલ લાખવડ ગામ નજીક એક બેફામ કારના ચાલકે માલસમાન ભરીને જતી ઊંટ લારીને એકાએક ટક્કર મારતા ઊંટ લારીનો ફુરડો બોલી ગયો હતો.જ્યાં લારી પર સવાર બે લોકોનો આબાદ બચાવ થવા પામ્યો.ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.તમેજ મહેસાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

    મહેસાણાથી ઊંટલારીમાં વેપારીઓનો સમાન ભરી ખેરવા જતા હતા
    ખેરવા ગામે રહેતા અરવિંદ ભાઈ છનાભાઈ સોલંકી તેમજ જસવંત ભાઈ સોલંકી મહેસાણા ખાતે પોતાના ગામના વ્યાપારીઓનો માલસમાન ભરવા મહેસાણા ગયા હતા.મહેસાણાથી માલ સમાન ભરી ખેરવા પરત જતા હતા.એ દરમિયાન મહેસાણાના લાખવડ ગામ પાસે GJ02DJ3389 ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ હંકારી ઊંટ લારીને ટક્કર મારી હતી. જેમાં ઊંટ લારીનો ફુરચા નીકળી ગયા હતા.તેમજ લારીમાં ભરેલ કરીયાણા નો સમાન ઘઉં,ચોખા,ખાંડ ની બોરીઓ ઢોળાઈ જતા રોડ પર ફેલાઈ ગઈ હતી.

    અકસ્માતમાં ગાડી ટકકર માર્યા બાદ કાબુ ખોઈ બેસતા રોડની સાઈડના ખાડામાં પલટી મારી ગઈ. ગાડીમાં સવાર બે યુવકોનો આબાદ બચાવ થયો જેમાં એક યુવકને હાથે ઇજાઓ થઈ હોવની વિગતો પ્રકાશમાં આવી છે.અકસ્માત પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જેમાં લારીમાં ભરેલ તમામ સમાન વેરવિખેર થઈ ગયો હતો તેમજ ટકકર મારનાર કારને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું.મહેસાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ફરિયાદ નોંધવાની તજવીજ આદરી હતી

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال