Monday, March 20, 2023

ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ- NSS યુનિટ દ્વારા બુધેલ ગામ ખાતે વાર્ષિક સાપ્તાહિક કેમ્પ યોજાયો | Government Engineering College, Bhavnagar organized an annual weekly camp at Budhel village by NSS unit | Times Of Ahmedabad

ભાવનગર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકારી ઈજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ દ્વારા બૂધેલ ગામ મુકામે તા.13/3 થી 19/3 સુધી દરમ્યાન વાર્ષિક સાપ્તાહિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, સંસ્થાના આચાર્ય ડૉ.જી.પી.વડોદરિયા તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિમાંશુ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકો માટે રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી
ભાવનગર શહેર સ્થિત સરકારી ઈજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ દ્વારા બૂધેલ ગામ મુકામે આયોજિત કેમ્પ અન્વયે રોડ સેફ્ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો, આ કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ તેમજ શૈક્ષણિક વર્ગ, સ્વચ્છતા અભિયાન, અંધશ્રદ્ધા નિવારણ, રોડ સેફ્ટી જેવા કાર્યક્રમ આપવામાં આવ્યા હતા, તેમજ એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થીઓ હોય તેમના દ્વારા વિધવા સહાય કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઇ – શ્રમ કાર્ડ જેવી વિવિધ સરકારી યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહે તે માટેનું આયોજન ગામના તલાટી કમ મંત્રી જયેશભાઈ ડાભીના સહયોગથી કરવામાં આવ્યું હતું.

અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી અંગે તાલીમ આપી
શહેરના ટ્રાફિક શાખાના પી.આઇ.ઠાકોર તથા સામાજિક કાર્યકર દ્વારા વિદ્યાર્થીઓને અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી અંગે તાલીમ આપવામાં આવી હતી, આ ઉપરાંત બેટી બચાઓ બેટી પઢાઓ થીમ પર ગામમાં રેલી કાઢવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રો. દર્શન ભટ્ટ તેમજ ગામના તલાટી મંત્રી જયેશભાઈ ડાભી દ્વારા ભારે જેહમત ઉઠાવવી પડી તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વરતેજ પી.આઇ.રબારી તેમજ સ્ટાફનો પણ સહયોગ મળવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: