દ્વારકા ખંભાળિયા3 કલાક પહેલા
- કૉપી લિંક
તરુણ વયના છોકરા અને છોકરીઓ માટેના પ્રજનન તંત્ર અને જાતીય આરોગ્ય અને તરુણ શિક્ષણ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના અમલીકરણના ભાગ રૂપે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા એડોલેશેન્ટ હેલ્થ કમિટીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ થયેલી કામગીરીની સમિક્ષા કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 338 પિયર એજ્યુકેટરોની પસંદગી કરવામાં આવી છે. જે તમામને આ કાર્યક્રમ હેઠળ કરવાની થતી કામગીરી બાબતે જરૂરી તાલીમ આપવામાં આવી છે.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ કામગીરીની સમિક્ષા કરાઈ
આ કાર્યક્રમ હેઠળ નિયુક્ત થયેલા પિયર એજ્યુકેટરો દ્વારા તરુણ વયના છોકરા અને છોકરીઓને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન જેવું કે માસિક સબંધી આરોગ્ય સ્વચ્છતા, નાની ઉમરે થતા લગ્નોથી થતી સમસ્યાઓ, જેન્ડર સબંધિત બાબતો, ગર્ભનિરોધકો બાબતે સમજણ, આત્મ સન્માન અને વાતચીત કરવાની આવડત, ન્યુટ્રીશન અને વેલનેસ અંગે સમજણ વગેરે આપવા બાબતે કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ. તેમજ દર ત્રણ માસે દરેક ગામોમાં એડોલેશેન્ટ ફ્રેન્ડલી હેલ્થ ડેની ઉજવણી કરવા તેમજ દર મહીને પેટા કેન્દ્રો ખાતે એડોલેશેન્ટ હેલ્થ ક્લબની ઉજવણી કરવા તેમજ મમતા તરુણી દિવસ કેમ્પના આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા તબીબી અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસરો તેમજ સબંધિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
PMJAY યોજના હેઠળ રૂ. 53 કરોડના કુલ 19,629 ક્લેમ કરાયા…
જનસમુદાયને ગંભીર રોગોમાં કેસલેસ આરોગ્ય વિષયક સારવાર મળી રહે તે હેતુથી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” ના અમલીકરણ કરવામાં આવે છે. જે અંતર્ગત સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ ધરાવતા લાભાર્થીઓનું પી.એમ.જે.એ.વાય. (PMJAY) નું કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા બીમારી સમય દરમ્યાન આ યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કેસલેસ સારવાર આપવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણના ભાગ રૂપે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરીયાદ નિવારણ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જિલ્લામાં આ યોજના હેઠળ થયેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 74,905 કુટુંબોના કુલ1,69,427 કુટુંબના સભ્યોની નોંધણી કરી પી.એમ.જે.એ.વાય. (PMJAY) ના કાર્ડ કાઢી આપવામાં આવેલ છે. તેમજ આ યોજના હેઠળ રૂ. 52.96 કરોડના કુલ 19,629 ક્લેમ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નેસ વિસ્તાર, દુર્ગમ વિસ્તારોમાં વધુમાં વધુ લોકોને આયોજનનો લાભ મળે તે માટે કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યુ હતું.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા તબીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસરો, એમ્પેનલ હોસ્પિટલોના પ્રતિનિધિઓ તેમજ સબંધિત આરોગ્ય વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.