No results found

    નવસારીમાં ફુવારા સ્થિત ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસે કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા | The police detained the activists before the Congress dharna program was held near the Gandhi statue at Fuwara in Navsari. | Times Of Ahmedabad

    નવસારીએક કલાક પહેલા

    • કૉપી લિંક

    માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. જેના વિરોધમાં કૉંગ્રેસ દેશભરમાં દેખાવો યોજી રહી છે. આજે નવસારીમાં ગાંધી પ્રતિમા પાસે કૉંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

    નવસારી જિલ્લામાં આજે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં ફુવારા પર ભેગા થઈ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે ડિટેઈન કરી લેતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال