ખંભાળિયા સહિત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો સંદર્ભે આપ દ્વારા રજૂઆત; તાલુકા શિક્ષક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ... | Presentation by you regarding the issues of rural areas in the district including Khambhalia; The Annual General Meeting of the Taluka Teachers Association was held... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Presentation By You Regarding The Issues Of Rural Areas In The District Including Khambhalia; The Annual General Meeting Of The Taluka Teachers Association Was Held…

દ્વારકા ખંભાળિયા40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો સંદર્ભે આપ દ્વારા રજૂઆત…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસાદ તેમજ ખાનગી કંપનીઓના કારણે ઉપસ્થિત થતા પ્રશ્નો સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર તંત્રને સવિસ્તૃત લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગત સપ્તાહ દરમિયાન અવારનવાર કમોસમી વરસાદ વરસતા અનેક ખેડૂતોને વ્યાપક નુકસાની થવા પામી છે. ખેતપેદાશ તેમજ પશુધનના ઘાસચારામાં આ માવઠાથી થયેલી નુકસાની સંદર્ભે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરોએ અહીંના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, ખેડૂતોને થયેલી નુકસાનીનો તાકીદે સર્વે કરાવી મળવાપાત્ર વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી જુદી જુદી ખાનગી કંપનીઓ દ્વારા તેની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરો, બોર-કુવા અને ગ્રામ પંચાયતના ગૌચર, જળ સ્ત્રોતો વગેરેમાં વ્યાપક નુકસાની કરી, નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી આ બાબતે સરકારી તંત્ર દ્વારા તાકીદે પર કડક પગલાં લેવામાં આવે તેવી લેખિત રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.

તાલુકા શિક્ષક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ…
કલ્યાણપુર તાલુકાના શિક્ષક મંડળની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ બેઠકના એજન્ડા મુજબ શિક્ષકોને લોનમાં વધારો, લોન ઉપરના વ્યાજદરમાં ઘટાડો, મંડળીના વાર્ષિક નફાની વહેંચણી, સભાસદોને ભેટ આપવી, મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવા, મંડળીના પેટા કાયદામાં સુધારા, સભાસદોની ફરજીયાત માસિક બચત કરવી વગેરે જેવા એજન્ડા પર કામગીરી કરવામાં આવી હતી. આ બેઠકમાં આશરે 300 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણ ગોરીયા, તાલુકા મંડળીના પ્રમુખ કરશન રાવલિયા, મંડળીના મંત્રી રાણા કંડોરીયા, સંઘના મહામંત્રી રવજી ડાભી, જિલ્લા સંઘના ઉપપ્રમુખ કનુ ગોજીયા, ખીમ બૈડીયાવદરા, પીઠા કરમુર, જીવા હાથલીયા, હરદાસ ગોરીયા વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન ધરણાંત કરમુરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post