No results found

    બોટાદ ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ માટે RTI વર્કશોપ યોજાયો; બોટાદ જિલ્લા કલેક્ટર રહ્યા હાજર | Conducted RTI Workshop for Officers-Employees serving at Botad; Botad District Collector was present | Times Of Ahmedabad

    બોટાદ23 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    સ્પીપા અમદાવાદ તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ સ્થિત નગરપાલિકા હોલ ખાતે 150 જેટલા અધિકારી/કર્મચારીઓ માટે માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહે પ્રાસંગિક ઉદબોધનમાં માહિતી અધિકાર અધિનિયમ અંગે જાણકારી પુરી પાડી હતી.

    સ્પીપા અમદાવાદ ખાતેથી આવેલ ડૉ.એ.એન.ગણાત્રાએ માહિતી અધિકાર અધિનિયમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મૌલિક સોની દ્વારા મોટિવેશન સંદર્ભે પ્રસંગને અનુરૂપ તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ કલેકટર રાજેશ્રી વંગવાણીએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال