No results found

    ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા ફિલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત લઈ જળ શુદ્ધિકરણ અંગે માહિતી મેળવી | Scout guide of Bhavnagar visited the filtration plant and got information about water purification | Times Of Ahmedabad

    ભાવનગર14 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે આજરોજ “વિશ્વ જળ દીવસ”ની ઉજવણીના ભાગરૂપે તખ્તેશ્વર ફીલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી અને જળ શુદ્ધિકરણ અંગે માહિતી મેળવી હતી.

    પાણીનો ખોટો બગાડ નહી કરવા પ્રતિજ્ઞા
    તખ્તેશ્વર ફીલ્ટ્રેશન પ્લાન્ટના લેબ સુપરવાઈઝર અજવાળીયાભાઈ દ્વારા સ્કાઉટ ગાઈડને પાણીની અશુધ્ધી વિષે સમજ આપેલ અને ફીલ્ટ્રેશન પ્લાન્ટમાં પાણી કેમ શુધ્ધ થાય છે તે સવિસ્તાર જણાવેલ. સ્કાઉટ ગાઈડને તેમણે જણાવેલ કે ભાવનગરમાં મહીપરવેઝ, શેત્રુંજય, ખોડીયાર ડેમ, બોરતળાવ ખાતેથી પાણી આવે છે. સ્કાઉટ ગાઈડ દ્વારા સવાલ પુછતા તેમણે જણાવેલ કે એક કલાકમાં અંદાજે 10 લાખ લીટર પાણી આવે છે. પ્લાન્ટ 365 દીવસ ચોવીસે કલાક ચાલુ હોય છે ત્યા રહેલી શુધ્ધ પાણીની ટાકીની કેપેસીટી 15 લાખથી લઈને 25 લાખ સુધીની છે. આજના દીવસે સ્કાઉટ ગાઈડ બાળકોને ફીલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત લઈ ધણી માહીતી મેળવી હતી તેમજ કાર્યક્રમના અંતમા તમામ બાળકોએ પાણી બચાવવા અને પાણીનો ખોટો બગાડ નહી કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

    શાળાના બાળકોએ ભાગ લીધો
    આ કાર્યક્રમમા વિદ્યાધીશ વિદ્યાસંકુલ,ગિજુભાઈ કુમાર મંદીર, દક્ષિણામૂર્તિ કુમાર મંદીર, વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, બી એન વીરાણી હાઈસ્કૂલ, એમ.એસ.બી – 69, સ્વામિનારાયણ ગુરુકુળના સ્કાઉટ ગાઈડ જોડાયાં હતાં, કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં સીનીયર સ્કાઉટ ગાઈડએ જહેમત ઉઠાવી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال