Monday, March 20, 2023

ડીસામાં ઝુલેલાલજીની જન્મ જયંતી નિમિત્તે હિન્દુ કેલેન્ડર પ્રમાણે રજા જાહેર કરવાની માગ, સિંધી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી | The Sindhi Society submitted a petition to the Deputy Collector demanding declaration of a holiday according to the Hindu calendar on the occasion of Jhulelalji's birth anniversary in Disa. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • The Sindhi Society Submitted A Petition To The Deputy Collector Demanding Declaration Of A Holiday According To The Hindu Calendar On The Occasion Of Jhulelalji’s Birth Anniversary In Disa.

ડીસા21 મિનિટ પહેલા

ડીસામાં આજે સિંધી સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીની જયંતિ નિમિત્તે ઉજવાતા ચેટીચાંદ પર્વની જાહેર રજા હિન્દુ કેલેન્ડર પ્રમાણે જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.

સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલજી સાઈનો જન્મદિવસ હોઇ સમગ્ર સમાજના લોકો ખૂબ આસ્થા સાથે આ દિવસ ચેટીચાંદના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચાંદની રજા જાહેર કરાયેલી નથી. આ અંગે સમાજ દ્વારા વારંવાર મૌખિક, લેખિત તેમજ ઓનલાઇન રજૂઆત કરેલી છે. પરંતુ સરકારે રજા જાહેર કરી ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોના કારણે અવ્યવસ્થા સર્જાય તેમ હોઇ સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રીય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે ડીસામાં સિંધી સમાજના અગ્રણીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી 23 માર્ચના રોજ રજા જાહેર કરવાની માગ કરી છે. તેમજ દર વર્ષે તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચાંદની રજા જાહેર કરવા પણ સમાજે માગ કરી છે.

આ પ્રસંગે સમાજના પ્રમુખ ગોવિંદ ભાગચંદાણી, મંત્રી અનિલ ફુલવાણી, ઉપ-પ્રમુખ પ્રકાશ આસ્નાની, લક્ષ્મીચંદ તેજવાણી, સમાજના અગ્રણીઓ દિલીપ ઠરીયાણી, દિલીપ ઠક્કર, પાલિકાના કોર્પોરેટર ગોવિંદ માખીજા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી 23 માર્ચે ચેટીચાંદની રજા જાહેર કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: