ખેડૂતો માટે ખાસ સૂચના આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ; સ્માર્ટ સિટી મિશનમાં કયા કયા શહેરોનો કરાયો સમાવેશ? | Special notice for farmers: unseasonal rain will remain in these districts for the next five days, which cities are included in the Smart City Mission? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Special Notice For Farmers: Unseasonal Rain Will Remain In These Districts For The Next Five Days, Which Cities Are Included In The Smart City Mission?

16 મિનિટ પહેલા

અમદાવાદ સુરત સાથે હવે દાહોદ પણ બનશે સ્માર્ટ સિટી

રાજ્યના 6 શહેરોની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી કરાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની પસંદગી થઈ છે. તેમજ રાજકોટ અને દાહોદ શહેરની પણ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી થઈ છે. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત શહેરોની પસંદગી કરી છે.સ્માર્ટ સીટી પ્રોજેકટ માટે શહેરોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અમદાવાદને 459.34 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમજ ગાંધીનગરને 315.305 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ અને રાજકોટને 386.76 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સુરતને 490 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને દાહોદને 293 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વડોદરા શહેરને 382 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ શામેલ છે. સ્માર્ટ સિટીઝ મિશનનું લક્ષ્ય શહેરોમાં વધી રહેલી ભીડભાડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું છે. એટલું જ નહીં રોડ એક્સિડેન્ટ્સને રોકવા તેમજ સાઈકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ આપવામાં આવશે.

PMOના નામે લેતો VVIP સુવિધાઓ

PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હતો. ફક્ત અમદાવાદમાં જ નહીં મહાઠગ કિરણ પટેલ સામે વડોદરામાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે. મહત્વનું છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો.

હવામાન વિભાગની વધુ એક આગાહી
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક વખત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું ત્રાટકી શકે છે. બીજી બાજુ તાપમાનમાં આગામી બે, ત્રણ દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવુ જણાવાયું છે.વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની વકી જોવા મળી રહી છે. જેમાં સોરાષ્ટ્ર અને કચ્છમા માવઠું ત્રાટકી શકે છે. તો સોરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. વધુમાં બનાસકાંઠા,પાટણ,રાજકોટ અને અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવું જાણવા મળી રહ્યું છે.

વડોદરામાં કરા સાથે ખાબક્યો વરસાદ

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. તો રાજ્યના કેટલા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો છે. આજે હવામાન વિભાગે અડઘા ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં આગામી દિવસ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે તડકો હતો. પરંતુ અચાનક વાદળ ગોરંભાયા હતા. જ્યાર બાદ ગાજવીજ સાથે વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ શરુ થયો હતો. જેમાં વડોદરા શહેરમાં એક કલાકમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

15 ફુટ ઉંચેથી નીચે પટકાયા યુવકો

સુરતમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે વહેલી સવારે શહેરના પાલ વિસ્તારથી લઈ ઉમરા તરફ જઈ રહેલા બ્રિજ ખાતે ખૂબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો જઈ રહ્યા હતા. બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહ્યા હતા દરમિયાન બ્રિજના ઉમરા તરફના છેડા પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેવાડા તરફ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયા હતા.બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે ઉમરા તરફના બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાયા બાદ બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઉછળ્યા હતા. અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઉછળી બ્રિજની પાળી કૂદાવી 15 ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 108ને બોલાવી બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.ઇમરજન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી હતી. બંને પૈકી એક યુવકની હાલત ખૂબ જ નાજુક હતી જેથી તેનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

બાઈક સવારની અડફેટે આવતા અકસ્માત
વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પસાર થયેલા એક બાઈક ચાલકે અડફેટમા લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલકનું બંનેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યુ હતું. આ બનાવને પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પહોંચી ગયા હતા. બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ બાઈક ફુલ સ્પીડમાં અથડાતી હોવાની સીસીટીવી સામે આવ્યા છે.મળેલી માહિતી પ્રમાણે જુના પાદરા રોડ ઉપર રહેતા મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા દૂધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન અક્ષર ચોક તરફથી બાઈક લઈને પૂરપાટ આવી રહેલા બાઇક ચાલક રાધવ સુબોધભાઈ ખેરસિંગર (ઉ.વ.25) એ મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં મહિલાનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. તે સાથે મોટરસાયકલ ચાલક પણ રોડ ઉપર પટકાતા તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું.

આખલા યુદ્ધના LIVE CCTV

ધાનેરા-થરાદ રોડ પર આજે બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. બે રખડતા આખલાઓ અચાનક યુદ્ધે ચડ્યા હતા. સામ સામે શિંગડા ભરાવી યુદ્ધ શરૂ કરતાં આજુબાજુના લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાઓને શાંત પાડવા પાણીનો પણ છંટકાવ કર્યો હતો. જોકે, બન્ને આખલાઓએ યુદ્ધ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન રોડની સાઈડમાં પાણીપુરીની લારીને પણ અડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી હતી. જે બાદ આખલો ભાગતો ભાગતો રોડની પેલી સાઈટ જતો રહ્યો હતો. જોકે. સદનસબી આ દરમિયાન કોઈ વાહન ચાલક પસાર થયો ન હતો. જેથી અકસ્માત ટળ્યો હતો. જોકે, આખલા યુદ્ધના પગલે આજુબાજુના લોકોમાં નાસભાગ મચી હતી. પાણીપુરીની લારી ઊંઘી વાળી દેતા લારી માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post