ભરૂચ જિલ્લાના બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં મહિલા સહીત બે લોકોના કરુણ મોત, ચારને ઈજા | Two people including a woman tragically died, four injured in two separate road accidents in Bharuch district | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

મૂળ બોટાદ અને હાલ ભરૂચના હલદર ગામના રામ નગર સોસાયટીમાં રહેતા વનાભાઈ નાનું ભરવાડ પીકઅપ ગાડી નંબર-જી.જે.૦૭.ટી.ટી.૭૭૦૩ લઇ મજુરો બેસાડી ભરૂચથી અણખી ગામ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન આમોદ –ભરૂચ માર્ગ ઉપર નાહિયેર ગામ પાસે રેવા સુગરની બાજુમાં સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૭૬૫૪ના ચાલકે પીકઅપ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પીકઅપ ગાડીમાં બેઠેલ સંજય બાબર રાઠોડ,અનીલ રમેશ રાઠોડ,જેન્તી ઉર્ફે અજય બાબર રાઠોડ અને અરવિંદ પ્રભાત રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે આમોદ બાદ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જેન્તી ઉર્ફે અજય રાઠોડની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયારે તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.

જયારે પાદરાના ગામેઠા ગામમાં રહેતા મહેશ પૂનમ પઢીયાર પોતાની બાઈક નંબર-જી.જે.૦૬.એમ.પી.૪૭૧૨ લઇ કહાનવા ગામના કૈલાશબેન ભયલાલ પરમાર સાથે ગત તારીખ-૧૯મી માર્ચના રોજ જંબુસરના દારુલ કુરાન હોસ્પીટલમાં ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન બાન્કો કંપની સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…