- Gujarati News
- Local
- Gujarat
- Surat
- While Going To Meet The Girl In Surat, The Young Man Physically Assaulted Her By Holding Her Hand, Threatening To Kill Her
સુરત24 મિનિટ પહેલા
- કૉપી લિંક
વરાછા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને શેરચેટમાં યુવક સાથે કરેલી મિત્રતા ભારે પડી હતી. યુવકે તેણીને મળવા માટે બોલાવ્યા બાદ તેનો હાથ પકડી શારીરિક છેડછાડ કરી હતી. જેથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા યુવકે તેણીને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે યુવતીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્સ્ટાગ્રામ અને શેરચેટના માધ્યમથી સંપર્કમાં આવ્યા
બનાવની વિગત એવી છે કે શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતી ઓક્ટોબર 2021ના અરસામાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને શેરચેટના માધ્યમથી વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે વર્ષા સોસાયટી વિભાગ-2માં રહેતા દર્શન ધીરુભાઈ પરમારના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત દરમિયાન મિત્રતા થઇ હતી. જોકે ત્યારબાદ દર્શને તેણીને મળવા માટે વાતચીત કરતા સાથે બંને મોટા વરાછા ખાતે આવેલ સિલ્વર બિઝનેસ પોઇન્ટ ખાતે બેજમેન્ટમાં મળવા માટે ભેગા થયા હતા.
યુવતીની કોલેજ સુધી પીછો કરતો
દર્શને અચાનક જ યુવતીનો હાથ પકડી લઈ તેની શારીરિક છેડછાડ કરી હતી. જેથી આખરે યુવતીએ તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. પરંતુ દર્શન અવારનવાર યુવતીની કોલેજ સુધી તેનો પીછો કરીને તેને વાત કરવા અને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ ના પાડતા તેણીના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી
એટલું જ નહીં જો તેની સાથે વાત નહીં કરે તો પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે યુવતીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દર્શન પરમાર સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.