Thursday, March 23, 2023

પાછળથી આવતા બાઈક ચાલકે આગળના બાઈક ચાલકને ભટકાવતા યુવાનનું મોત; પિતાએ ચાલક સામે ફરીયાદ નોંધાવી | Youth dies after oncoming bicyclist rams into oncoming bicyclist; The father filed a complaint against the driver | Times Of Ahmedabad

ઉનાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગીરગઢડાના રસુલપરા ગામે રહેતો યુવાન પોતાની બાઇક પર જતો હતો. ત્યારે પાછળથી આવતા બાઇક ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતાં આગળના બાઈક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ બાઇક ચાલક સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રસુલપરા ગામે રહતો અશ્વિન વાઘેલા ઉ.વ. 25 પોતાની બાઇક પર પોતાના ગામે જતો હતો. ત્યારે ગીરગઢડા રોડ પર રસુલપરા ગામના પાટીયા પાસે નવા પુલ પાસે અન્ય બાઇકનો ચાલક હેરત નોતરીયા રહે. ગીરગઢડા વાળાએ પોતાની બાઈકનો કાબુ ગુમાવી દેતા પાછળથી અશ્વિનની બાઈક સાથે ધડાકાભેર ભટકાવતા અકસ્માત સર્જાયો હતો.

આ અક્સ્માતમાં અશ્વિનને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારે સારવાર મળે તે પહેલા જ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. યુવાનના મૃતદેહને પીએમ અર્થે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતની જાણ તેમના પરિવારજનોને થતા હોસ્પીટલે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટના બનતા મૃતક પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. આ અંગે મૃતકના પિતાએ ગીરગઢડા પોલીસમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: