No results found

    થરાદમાં ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા 1 સફાઇ કામદારનું મોત, એક સારવાર હેઠળ | 1 cleaning worker died in Tharad, one under treatment | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)5 કલાક પહેલા

    • કૉપી લિંક

    બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કર્મચારી પૈકી એકના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.

    બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા 1 સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. સાફ સફાઇ માટે IQ (આઇક્યુ) નામની એજન્સીને થરાદ નગરપાલિકા એ સાફ સફાઇનો કોન્ટ્રાક્ટ આપેલો છે. નગરપાલિકાએ સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીને આપેલો છે.

    થરાદ નગર પાલિકાની હદમાં આવેલી ધરણીધર સોસાયટી નજીક બે સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. કર્મચારી સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા 108 તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક સફાઇ કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બીજા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال