લિંબાયતમાં રોઝા ખોલવાના સમયે માતા કામમાં વ્યસ્ત, 1 વર્ષની દીકરી પાણી સમજી એસિડ પી ગઈ, 5 દિવસ મોત સામે લડી, અંતે દમ તોડ્યો | A girl who was playing in Limbayat choked on acid instead of water, died after fighting for five days, family mourned | Times Of Ahmedabad

સુરત29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રોઝા ખોલવાના હોવાથી માતા નઝમા ખાતુન રસોડામાં કામ કરી રહી હતી. આ જ સમયે તેની એક વર્ષની દીકરી અમીના એસિડને પાણી સમજીને પી લેતા હાલત ગંભીર બની હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે પાંચ દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો

એસિડ પી જતા બાળકીનું સારવાર બાદ મોત
સુરતના લિંબાયતમાંથી પાંચ દિવસ પહેલા માતા-પિતાને ચેતવતો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ નજીકના વિસ્તારમાંથી મુસ્લિમ પરિવારની એક વર્ષની બાળકી રમતા રમતા એસિડ ગટગટાવી ગઈ હતી. ગત 31 માર્ચના રોજ રોઝા ખોલવાના હોવાથી માતા રસોડામાં કામ કરી રહી હતી.

એસિડ પી લેતા જ પરિવાર તાત્કાલિક બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.

એસિડ પી લેતા જ પરિવાર તાત્કાલિક બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.

એસિડ પી જતા હાલત ગંભીર બની
આ દરમિયાન તેઓની 1 વર્ષીય દીકરી રમતા રમતા એસિડને પાણી સમજીને પી ગઈ હતી. બાળકી એસિડ પી જતા તેની હાલત ગંભીર બની હતી. આથી તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં બાળકીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન પાંચ દિવસની સારવાર બાદ બાળકીનું આજે મોત નિપજ્યું છે. બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ખુશીનો તહેવાર પરિવાર માટે માતમમાં પરિણમ્યો
મુસ્લિમનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, આ સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ તેને તહેવાર તરીકે મનાવે છે. ત્યારે રમજાન માસમાં જ મુસ્લિમ પરિવારની વહાલસોય દીકરીએ એસિડ ગટગટાવી જતા મોતને ભેટી છે. જેને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરિવારની રમજાન માસના તહેવારની ખુશી અને ઉજવણી માતમમાં પરિણમી છે.

પાંચ દિવસની સારવાર કારગત ન નિવડતા બાળકી મોતને ભેટી.

પાંચ દિવસની સારવાર કારગત ન નિવડતા બાળકી મોતને ભેટી.

બાળકી 50ML જેટલું એસિડ ગટગટાવી ગઈ હતી
સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકી 50ML જેટલું એસિડ ગટગટાવી ગઈ હતી. બાળકીની સ્થિતિ ખૂબ જ ગંભીર બતાવવામાં આવી હતી. તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકી 5 દિવસ સુધી મોત સામે લડી હતી અને આખરે તેને દમ તોડી દીધો હતો અને મોતને ભેટી હતી.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
ઉલ્લેખનીય છે કે બાળકોને ઘરમાં રમતા મૂકીને કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે આ ઘટના લાલબતી સમાન છે. ભૂતકાળમાં બાળકો રમતા રમતા નીચે પટકાયા હોવાના તેમજ વીટી તથા રૂપિયાના સિક્કા ગળી ગયા હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે આ ઘટનામાં માતા રસોડામાં કામ કરતી હતી અને તે દરમિયાન બાળકી એસિડને પાણી સમજીને પી ગયી હતી. આખરે બાળકીનું મોત થયું છે, ત્યારે આ ઘટના વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો છે. વાલીઓ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે

માતા નઝમાબેન ખાતુન.

માતા નઝમાબેન ખાતુન.

થોડા દિવસ પહેલા બાળકી વીંટી ગળી જતાં અન્નનળીમાં ફસાઈ હતી
મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત હતી. આ દરમિયાન દીકરીએ રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઈ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. એક કલાક દૂરબીનની મદદથી તબીબોને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم