વલસાડ જિલ્લાના પોલીસ વડાએ 10 PI અને 4 PSIની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો | Valsad District Police Chief Announces Internal Transfer of 10 PIs and 4 PSIs | Times Of Ahmedabad

વલસાડ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાએ 10 PI અને 4 PSIની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના 5 PI ને અલગ અલગ પોલીસ મથકોમાં આંતરિક બદલી કરી છે. અચાનક જિલ્લામાં આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો હતો. અચાનક જિલ્લા પોલીસવડાએ આંતરિક બદલી કરતા જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લામાં પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાના 10 PI અને 4 PISની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ વડાએ વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં આંતરિક બદલીનો કરી છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં થાના અધિકારીઓની અચાનક આંતરિક બદલી કરતા પોલીસ કર્મચારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

વલસાડ જિલ્લામાં PIની આંતરિક બદલીનો યાદી

PIનું નામ હલનું પોલીસ સ્ટેશન બદલી
બી. જે. સરવૈયા વાપી GIDC પારડી
એમ.પી. પટેલ પારડી ડુંગરા
વી ડી મોરી LIB વલસાડ ઉમરગામ
વી જી ભરવાડ વાપી ડુંગરા
એસ આર ગામીત CPI વલસાડ નારગોલ
પી એ વળવી ઉમરગામ AHTU વલસાડ
આર કે રાઠવા સાઇબર ક્રાઈમ LIB
બી ડી જીતયા નારગોલ વલસાડ સીટી
એમ એન બુબડીયા AHTU વલસાડ, સાઇબર ક્રાઈમ
એસ ડી ચૌધરી વલસાડ સીટી CPI વલસાડ

વલસાડ જિલ્લાના 4 PSIની આંતરિક બદલીની યાદી

PSIનું નામ હલનું પોલીસ સ્ટેશન બદલી
આર પી ડોડીયા પારડી જિલ્લા ટ્રાફિક
ડી એલ વસાવા જિલ્લા ટ્રાફિક પારડી
એસ જે પટેલ પેરોલ ફ્લો સ્ક્વોડ ડુંગરા
એમ કે ભીંગરડીયા ડુંગરા પેરોલ ફ્લો સ્ક્વોડ

Previous Post Next Post