Monday, April 10, 2023

દુષ્કર્મના આરોપીને દસ વર્ષની કેદ; ચાર શખ્સો સામે ફરિયાદ; વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો; જીરૂની ચોરીમાં શખ્સને દબોચ્યો | 10 years imprisonment for rape accused; Complaint against four persons; Person caught with foreign liquor; The men were caught in the theft of Jiru | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • 10 Years Imprisonment For Rape Accused; Complaint Against Four Persons; Person Caught With Foreign Liquor; The Men Were Caught In The Theft Of Jiru

દ્વારકા ખંભાળિયા28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આરોપીને દસ વર્ષની સખત કેદ…
ભાણવડ તાલુકાના ખરાવાડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની આશરે 14 વર્ષની સગીર પુત્રીને એક આસામીની વાડીમાં રહી મજૂરી કામ કરતો વિજય ભીખુભાઈ ઝિંઝુવાડીયા (રહે. મુળ ધ્રાફા) નામના શખ્સ દ્વારા 1 ડિસેમ્બર 2020 ના રોજ લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ જતા સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણ અંગે તપાસનીસ અધિકારી પી.આઈ. વી.વી. વાગડિયા દ્વારા આરોપીની અટકાયત કરી, વધુ તપાસ બાદ તેની સામે દુષ્કર્મ એક્ટની કલમનો ઉમેરો કરી તેની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણ સંદર્ભેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ કેસમાં કુલ 19 સાહેદોની કરવામાં આવેલી તપાસ તેમજ ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની, ઉપરાંત અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી વિજય ભીખુભાઈ ઝીંઝુવાડીયાને અદાલતે તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત વિક્ટીમ કમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂપિયા અઢી લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

ધમકી આપવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ…
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં આવેલા ખુશાલ નગર ખાતે રહેતા અલાઉદ્દીન ઓસમાણ ભેસલિયા નામના 24 વર્ષના યુવાન તથા તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા સલીમ ઓસમાણ, અબ્બાસ ઓસમાણ, હનીફ ઓસમાણ અને આસબાઈ ઓસમાણ નામના ચાર શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી અલાઉદ્દીન ઓસમાણ ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 322, 324, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વિદેશી દારૂ સાથે સુરજકરાડીનો શખ્સ ઝડપાયો…
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરિભા નામના 27 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં ફરારી તરીકે હમુસાર ગામના રમેશભા ભારાભા હાથલનું નામ જાહેર થયું છે.

જીરૂ ચોરી પ્રકરણમાં પરપ્રાંતિય શખ્સને દબોચ્યો…
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક આસામીની વાડીમાં થોડા દિવસ પૂર્વે ઓરડીમાં રાખવામાં આવેલા જીરૂના પાકની ચોરી થવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ પ્રકરણ સંદર્ભે એલ.સી.બી. વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા તથા અરજણભાઇ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કુનમાલ તાલુકામાં રહેતા કુતરિયા ઉર્ફે રાકેશ કેમતાભાઈ ઓહરિયા નામના 19 વર્ષના આદિવાસી શખ્સની અટકાયત કરી, તેની પૂછપરછ કરવામાં આવતા અગાઉ ફરિયાદીની જમીનમાં ભાગીયા તરીકે કામ કરતા આ શખ્સે જીરૂની ચોરી કરી, આ જીરૂ માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું. આથી પોલીસે આરોપી પાસેથી રૂ. 53,000 રોકડા, રૂપિયા 5,000 ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ અર્થે આ શખ્સનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી ગળચર, બી.એમ. દેવમુરારી, મસરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, લાખાભાઈ પિંડારિયા, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, સચિનભાઈ નકુમ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: