સાકરીયા ગામે ભીડ ભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી; 100 યજમાનો દ્વારા મારુતિ યજ્ઞ કરાયો | Grand celebration of Hanuman Jayanthi festival at Bhid Bhanjan Hanumanji temple at Sakaria village; Maruti yajna was performed by 100 hosts | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Grand Celebration Of Hanuman Jayanthi Festival At Bhid Bhanjan Hanumanji Temple At Sakaria Village; Maruti Yajna Was Performed By 100 Hosts

અરવલ્લી (મોડાસા)26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર દેશ અને દુનિયામાં આજે હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના હનુમાન મંદિરોમાં પણ ભવ્ય ઉજવણી થાય છે. જેમાં મુખ્ય સાકરીયા ભીડ ભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતિ નીમિત્તે દર્શન પ્રસાદ યોજાયા હતા.

આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, ગુજરાતનું એક માત્ર સાકરીયા ખાતે સુતેલા સ્વરૂપે બિરાજમાન ભીડ ભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આખા ભારતમાં હનુમાનજીના સુતેલા સ્વરૂપે ફક્ત બે જ મંદિર આવેલા છે. એમાનું એક ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે બિરાજમાન ભીડ ભંજન હનુમાનજીનું મંદિર છે. સાકરીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. 101 યજમાનો દ્વારા કષ્ટ ભંજન દેવની વૈદિક પૂજન અભિષેક કરીને 101 કુંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. સમગ્ર અરવલ્લી સહિત ગુજરાત અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ દિવસ દરમિયાન હનુમાનજી ભગવાનના દર્શન કરે છે. સાંજે લગભગ 25 હજાર કરતા વધુ ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે છે. રાત્રે મંદિર પરિસરમાં સુંદરકાંડનો પાઠ થાય છે. આમ સમગ્ર દિવસ દરમિયાન પુરા ભાવ અને ભક્તિ પૂર્વક ભગવાન હનુમાનજી દાદાનો જ્યોત્સવ ભાવ અને ભક્તિ પૂર્વક સંપન્ન થાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post