Saturday, April 8, 2023

પોરબંદર જિલ્લામાં 10,470 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે; પોરબંદરના ધારાસભ્યે તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી | As many as 10,470 examinees will appear in Porbandar district; Porbandar MLA congratulated all the examinees | Times Of Ahmedabad

પોરબંદર20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર સહિત રાજ્યભરમાં આવતી કાલે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આવતી કાલે 10,470 જેટલા પરીક્ષાર્થીઓ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે.

રાજ્યમાં અગાઉ યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની જવાબદારી કડક છબી ધરાવતા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને સોંપવામાં આવી છે. ત્યારે પોરબંદરમાં 349 જેટલા બ્લોક ખાતે 10,470 જેટલા પરીક્ષાર્થીઓ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. આવતી કાલે બપોરના સમયે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે તે પૂર્વે 500 જેટલા કર્મચારીઓને આ અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. તથા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિત ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે.

જુનિયર ક્લાર્કની યોજાનારી પરીક્ષા મુદ્દે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી અને સાથે જ પરીક્ષા લેનાર તંત્રને પણ શુભેચ્છા આપતા જણાવ્યું હતું. કે, ભૂતકાળામાં જે રીતે પેપરો ફૂટ્યા હતા, ત્યારે આ વખતે હસમુખ પટેલ જેવા નિષ્ઠાવાન અધિકારી ચેરમેન છે. ત્યારે આવી કોઈ ઘટના નહીં બને તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. સાથે જ બહારથી આવતા કોઈ પરીક્ષાર્થીઓને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોય તો તેવા પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા કરી આપીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…