Sunday, April 2, 2023

વલસાડમાં 108ની EMTનું અગ્રણીઓને હસ્તે સન્માન, અગ્રણીઓને 108ની એપ અંગે માહિતી અપાઈ | EMT of 108 in Valsad honored by pioneers, pioneers informed about 108 app | Times Of Ahmedabad

વલસાડ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 108માં કોલ કર્યા વગર એક બટન દબાવવાથી 108ના કોલસેન્ટર ઉપર એપ યુઝરનો મોબાઈલ નંબર અને લોકેશન પહોંચી જાય છે

108ની ઈમરજન્સી સેવા એ ખરા અર્થમાં લોકો માટે જીવનદાત્રી સેવા બની છે ત્યારે તેમાં ઇમરજન્સીમાં દર્દીને સારવાર આપતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ખુબજ આગવું સ્થાન ધરાવે છે. આ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન એટલે કે EMT એ દરેક પ્રકારની ઇમરજન્સીમાં પોતાની કાર્યકુશળતાથી વ્યક્તિઓના જીવ બચાવતા હોય છે. ઘણીવાર તેમના જીવની પણ પરવા કર્યા વગર દર્દીને જીવનને જ સર્વોપરિ ગણીને તન મનથી સારવાર કરતા હોય છે. આ કર્મઠ EMTની સેવાઓને બિરદાવવા માટે દરવર્ષે 2જી એપ્રિલ રાષ્ટ્રિય EMT ડે તરીકે મનાવવામાં આવે છે.

આ વર્ષે EMT ડેના દિવસે કાર્યકર્તા CPR તાલીમ અભિયાનનું ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમના ભાગરૂપે આજરોજ સુરત,નવસારી તથા વલસાડ મેડિકલ કોલેજ ખાતે પણ CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગને અનુલક્ષીને CPR ટ્રેનિંગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ મેડિકલ કોલેજ ખાતે CPR ટ્રેનિંગ પ્રેક્ટિકલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી કે ક્યારે CPR આપી શકાય અને CPR આપવાની સાચી રીત પણ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવી હતી. લોકો CPR ની પ્રેક્ટિસ કરી શકે તે માટે મેનકીન્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

EMT ડે નિમિત્તે CPR ટ્રેનિંગ કેમ્પમાં ઉપસ્થિત BJPના અગ્રણીઓને વલસાડ 108ની EMT.માનસી.પટેલે BJPના અગ્રણીઓને 108ની એપ અંગે માહિતી આપવામાં આવી હતી. 108ની એપના માધ્યમથી અકસ્માત કે મેડિકલ ઇમરજન્સી સમયે એપના માધ્યમથી 108 ઇમરજન્સી સેવાનો સરળતાથી લાભ મેળવા અંગે અગ્રણીઓને જાણકારી આપવા આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: