વલસાડ8 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
- આજે 4 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના વિવિધ RTPCR સેન્ટરો ઉપર કરવામાં આવેલા કોરોના RTPCR ટેસ્ટ પૈકી 12 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેમે લઈને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ વલસાડ તાલુકામાં રહેતા અને પારડીના નાયબ મામલતદાર અને એક 9 માસનો ગર્ભ ધરાવતી સગર્ભા મહિલા, અને એક હોસ્પિટલમાં નોકરી કરતા વ્યક્તિ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ 4 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેની સાથે એક્ટિવ કેસનો આંક વધીને 47 ઉપર પહોંચ્યો છે.
વલસાડ જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોરોનાના RTPCR ટેસ્ટિંગ સેન્ટરો ઉપર કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવા સૂચના આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર 858 લોકોને સમયસર RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. છેલ્લા 24 કલાક દરમ્યાન કરવામાં આવેલા RTPCR ટેસ્ટ પૈકી જિલ્લામાં 12 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જે પૈકી વલસાડ તાલુકામાંથી 5, પારડી તાલુકામાંથી 5, ઉમરગામ તાલુકામાંથી 1 અને કપરાડા તાલુકામાંથી 1 મળી વલસાડ જિલ્લામાંથી કુલ 12 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. તમામ સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક હિસ્ટ્રી મેળવી સંક્રમિત દર્દીઓને રહેણાંક વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં કોરોના અંગે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ વધતું અટકાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વલસાડ તાલુકામાં રહેતા અને પારડીના નાયબ મામલતદાર અને એક 9 માસનો ગર્ભ ધરાવતી સગર્ભા મહિલા અને એક હોસ્પિટલમાં નોકરી કરતા વ્યક્તિ વાપીની KBS કોલેજની એક વિદ્યાર્થીની અને પારડીનો એક દુકાનદાર સહિત જિલ્લામાં કુલ 12 સંક્રમિત જાહેર થયા હતા.