હાલોલ ટાઉન પોલિસે રાજસ્થાનથી આવેલા 12 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે ઈસમોને પકડી પાડ્યા | Halol Town Police nabbed two men with foreign liquor worth Rs 12 lakh from Rajasthan | Times Of Ahmedabad

હાલોલ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલોલ બાયપાસ ઉપરથી હાલોલ ટાઉન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પોમાં ભરીને લઈ જવાતો 12 લાખ રૂપિયાની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે. આજે હાલોલમાં ડિવિઝનના આઠ પોલીસ મથકમાં ગત વર્ષે પકડાયેલો વિદેશી દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બીજી તરફ હાલોલ ટાઉન પોલીસે દારૂ પકડી પાડ્યો છે.

હાલોલ શહેરના બાયપાસ ઉપર આવેલી એક હોટેલ બહાર ઉભેલા આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાની બાતમી હાલોલ ટાઉન પોઆઈ ચૌધરીને મળતા તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. રાજસ્થાન ટ્રાન્સપોર્ટના આઇસર ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના બે ઈસમો મુલારામ પુનિયા (જાટ) અને ખેતારામ જાટને પકડી પાડી તેઓ સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આજે હાલોલ ડિવિઝનના આઠ પોલીસ મથકોના આવા દારૂના ગુનાઓમાં પકડાયેલો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. તેમાં હાલોલ ટાઉન પોલીસ મથકનો રૂ. 3 લાખ 70 હજાર 572નો દારૂનો નાશ કરવામાં આવ્યો છે અને આજે જ ટાઉન પોલીસે તેના નાશ થયેલા જથ્થા કરતા ત્રણ ઘણી કિંમતનો દારૂ ઝડપી પાડી બુટલેગરો ઉપર ગાળિયો કસ્યો છે. પોલીસે આઇસર ટેમ્પો અને દારૂ મળી 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post