Friday, April 14, 2023

પાટણ પાલિકાને વેરા વસૂલાતમાં 13 દિવસમાં જ રૂ. 1.82 કરોડની આવક થઈ | In 13 days in tax collection to Patan Palika Rs. 1.82 crores in revenue | Times Of Ahmedabad

પાટણ9 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા દ્વારા તા. 1 લી એપ્રિલ થી શરૂ કરાયેલ એડવાન્સ વેરા વસુલાતની કામગીરી દરમિયાન ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકાની વેરા શાખામાં એડવાન્સ વેરા રકમ પેટે ઘારકોએ રૂપિયા 1.82 કરોડની રકમ ભરપાઈ કરી હોવાનું વેરા શાખાના મુખ્ય અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા તા.1 લી એપ્રિલથી શરૂ કરાયેલ એડવાન્સ વેરા વસુલાત ની કામગીરી દરમિયાન કુલ 13 દિવસના સમય ગાળામાં રૂપિયા 1.82 કરોડની એડવાન્સ વેરા પેટે રકમ વેરા શાખાને પ્રાપ્ત થઈ હોવાનું વેરા શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા હાથ ધરાયેલી એડવાન્સ વેરા વસુલાતની કામગીરી આવતીકાલે આંબેડકર જન્મ જયંતીની જાહેર રજા ને લઇ બંધ રહેવાની હોય જેની દરેક વેરા ગ્રાહકોએ નોંધ લેવા વેરા શાખાના અધિકારી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.