Saturday, April 8, 2023

બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં હેક્ટર દીઠ નવ કરોડ, સુરતમાં 13 કરોડ ચૂકવાયા | Nine crore per hectare was paid in Ahmedabad, 13 crore in Surat for bullet train | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં 3199 કરોડ વળતર ચૂકવાયું

ઝુલ્ફીકાર તુંવર
દેશની પહેલી હાઇસ્પીડ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં 10 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 99 ટકાથી પણ ‌વધારે જમીનનું સંપાદન કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં કુલ 943.85 હેક્ટર જમીન સંપાદન કરી વળતર પેટે રૂ. 6,104 કરોડ ચૂકવવામાં આવ્યા છે. હેક્ટરદીઠ સરેરાશ રૂ. 6.50 કરોડ ચૂકવાયા છે. જેની સામે મહારાષ્ટ્રમાં 3 જિલ્લાઓની 429.38 હેક્ટર જમીનના રૂ. 3,199 કરોડ આપવામાં આવ્યા છે. એટલે કે હેક્ટર દીઠ રૂ. 7.45 કરોડ ચૂકવાયા છે.

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં 10 હજાર કરોડનો ખર્ચ
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં 133.27 હેક્ટર જમીનનું 1200 કરોડ વળતર, વડોદરામાં 140 હેક્ટરનું 1014 કરોજ જ્યારે સુરતમાં 155 હેક્ટરનું 1997 કરોડ વળતર આપવામાં આવ્યું છે. એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં હેક્ટરદીઠ જમીન રૂ. 9 કરોડ વડોદરામાં રૂ. 7.24 કરોડ જ્યારે સુરતમાં સરેરાશ હેક્ટરદીઠ જમીન રૂ. 12.84 કરોડમાં પડી છે.

થાણેમાં પ્રતિ હેક્ટરનો સરેરાશ ભાવ રૂ. 11.94 કરોડ થયો
મહારાષ્ટ્રના થાણેમાં પ્રતિ હેક્ટરનો સરેરાશ ભાવ રૂ. 11.94 કરોડ થયો છે. દેશના પહેલા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હાલ સુધી રૂ. 38,506 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. કુલ 1.08 લાખ કરોડના પ્રોજેક્ટમાં 36% વપરાયા છે જેની સામે અત્યાર સુધી ભૌતિક કામગીરી માત્ર 27% સુધી પહોંચી છે. ગુજરાતમાં 32.93%, મહારાષ્ટ્રમાં 13.72% કામગીરી થઇ છે. 2017ની 14મી સપ્ટેમ્બરે આ યોજનાનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે…