અમદાવાદ27 મિનિટ પહેલા
- કૉપી લિંક
યુ.એન મહેતા હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીના નામનું ફેક એકાઉન્ટ બનાવીને અજાણ્યા વ્યક્તિએ કર્મચારીના સંબંધી પાસેથી 15,000 રૂપિયા મેળવી લીધા છે.આ ઉપરાંત કર્મચારીના મિત્ર અને સબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરી રહી રહ્યો છે જે મામલે કર્મચારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પિયુષ સોલંકી યુ.એન મહેતા હોસ્પિટલમાં ફોટોગ્રાફી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.25 એપ્રિલે પિયુષભાઈના મિત્ર પ્રકાશે જણાવ્યું હતું કે તેમને પિયુષભાઈ ને 15,000રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને સ્ક્રીનશોટ મોકલ્યો છે.જેથી પિયુષભાઈએ પૂછ્યું કે પૈસા કેમ મોકલ્યા છે ત્યારે પ્રકાશએ જણાવ્યું કે તમારા ઇન્સ્ટાગ્રામના આઈડી પરથી 15,000રૂપિયાની જરૂર છે તેવો મેસેજ આવ્યો હતો જેથી મેં ફોન પે થી 15000 ટ્રાન્સફર કર્યા છે.
પિયુષભાઈએ ચેક કરતા તેમના ભડતા નામથી અજાણ્યા વ્યક્તિએ ફેક આઈડી બનાવ્યું હતું.અજાણ્યા ફેક આઈડી બનાવનાર વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પરથી પિયુષભાઈના મિત્રો અને સગા સંબંધીઓને મેસેજ કરી પિયુષભાઈના નામથી પૈસા માંગણી કરતો હતો.જેથી પિયુષભાઈએ જે તે સમયે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.