No results found

    વિજાપુરમાં 17 વર્ષીય કિશોરનું તેના મિત્રએ જ અપહરણ કરાવ્યું, પિતા પોલીસ સાથે છોડાવવા ગયા તો તેમના પર પણ હુમલો કરાયો | In Bijapur, 17-year-old boy was kidnapped by his friend, father was also attacked when he went to rescue him with police. | Times Of Ahmedabad

    મહેસાણા6 કલાક પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે 17 વર્ષના કિશોર ને અજાણ્યા કોઈ શખ્સ પોતાની ગાડીઓમાં અપહરણ કરી ભગાડી લઇ ગયા હતા.પોતાને જાણ થતાં સગા સબધીઓ અને પોલીસ સાથે દીકરા ને છોડાવવા જતા.અપહરણ કર્તાઓએ દીકરાને માર માર્યા બાદ ભાગી ગયા હતા.જ્યાં ભાગવા સમયે પોલીસની ગાડી અને અન્ય બીજી ગાડીઓ ના કાચ તોડી પાડી નુકશાન કર્યું હતું.તેમજ વિજાપુર પોલીસે કિશોરને મુક્ત કરાવી પોલીસ મથક લઇ આવી હતી.

    વિજાપુર શહેરમા 17 વર્ષનો જેનિલ પટેલ પોતાના મિત્ર પ્રિન્સ વાસુદેવ સાથે નાસ્તો કરવા ગયો હતો.જ્યાં રાઘવ ગેસ એજન્સી પાસે બે ગાડીઓમાં આવેલા માણસો જેનિલને ગાડીમાં પુરી માર મારી અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.ઘટના પગલે જેનિલના મિત્રે તેના પિતાને જાણ કરતા જેનિલના પિતા ઘટના સ્થળે દોડી આવી સમગ્ર વિગતો જાણી હતી.

    જેનિલ કોલ કરી કહ્યું વાડીલાલ આઈસ્ક્રીમ પાસે લેવા આવો.
    દીકરાના અપહરણ અંગેની જાણ થતાં પિતા ત્યાં દોડી આવ્યા હતા ને બીજા અન્ય સંબંધીઓ સાથે દીકરા ને શોધવા નીકળી પડ્યા હતા.જ્યાં જેનિલ ફોન કરી પિતા ને કહ્યું કે પપ્પા તમે જલ્દી વાડીલાલ આઈસ્ક્રીમ ફેકટરી પાસે આવી જાઓ મને આ લોકો મારી નાખશે.બાદમાં પિતા પોતાના સંબંધીઓ સાથે પહોંચી વિજાપુર પોલીસને પણ જાણ કરી જેથી પોલીસ પણ દોડી આવી હતી જ્યાં જેનિલને આઈસ્ક્રીમ કંપની સામે આવેલ અનંતા એલીગન્સ ખાતે પુરી દેવામાં આવ્યો હતો.જ્યાં પિતા છોડાવવા જતા તેઓને પણ ધોકા વડે માર માર્યો હતો.

    અપહરણ કર્તાઓને લોકોના ટોળા ભેગા થયાની જાણ થતાં તેઓ પિતા પુત્ર ને ગાડીઓમાં બેસાડી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ આવી જતા અપહરણ કર્તાઓએ પોલીસ ની ગાડીઓ પર પથ્થર મારો કરી અન્ય ગાડીઓના કાચ પથ્થર મારી તોડી દેવામાં આવ્યા હતા.જ્યાં વિજાપુર પોલીસે પિતા પુત્રને પોતાની સરકારી ગાડીઓ મા બેસાડી ટોળામાંથી બહાર કાઢ્યા હતા.જ્યાં દીકરાને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    કિશોરના સાથે ભણતા યુવકોએ અપહરણ કર્યું હતું
    સમગ્ર મામલે જેનિલે પિતા અને પોલીસને જણાવ્યું હતું કે લોદરામા મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત ચાર લોકોએ માર મારી અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

    સમગ્ર હુમલામાં ફરિયાદીના સબધીઓના 2.50 લાખ રોકડા અને ચેક ગુમ
    અપહરણ કર્તાઓએ ફરિયાદી અને તેઓના સંબંધીઓ ની ગાડીઓ પર પથ્થરો માર્યા એ દરમિયાન દશરથ ભાઈ પટેલ ની ગાડી માંથી 2.50 લાખ રોકડા અને 73 હજારની સોનાની ચેન સહિત બેગ તોડા માથી કોઈ ઈસમ લઇ ફરાર થઇ ગયો હતો હાલમાં પંકજ કુમાર પટેલે વિજાપુર પોલીસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال