સુરત23 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
આવતીકાલે 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જેને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરત જિલ્લામાં કુલ 187 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાશે. જેમાં 63750 ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષા માટેની તમામ તૈયારી પૂર્ણ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા 9 એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે. ત્યારે આ પરીક્ષાને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે. જુનિયર કલાર્કની આ પરીક્ષામાં સુરત જિલ્લામાં કુલ 187 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે, જેમાં કુલ 63750 ઉમેદવાર આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે
તંત્ર દ્વારા શું તૈયારી કરાઈ
- 100 મીટર ત્રિજ્યાની અંદર ચારથી વધુ માણસો ભેગા થવા તથા વાહનો ઉભા રાખવા તથા ઝેરોક્ષ મીશન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં પરીક્ષાર્થીઓએ કોઈ પણ સાહિત્ય, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કોમ્યુનિકેશન ડિવાઇસ લઈ જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
- પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુથી 187 કેન્દ્ર ઉપર PSI/ASI 187 સહિત 935 જેટલો કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
- પેપર ગાર્ડ માટે 40 હથિયારી પોલીસ તેમજ ફ્લાઇંગ સ્ક્વોડ માટે 16 હથિયારી પોલીસ તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાલક્ષી સાહિત્ય સુરક્ષિત પહોંચાડવા માટે 1 પોલીસ ઇન્સ્પેક્ટર તથા અડધું સેક્શન એસ.આર.પી. જવાનો ફાળવેલ છે.
- ક્રાઇમ બ્રાંચ તથા સાઇબર ક્રાઇમ સતત પરીક્ષા દરમિયાન સોશીયલ મીડિયા ઉપર વોચ રાખશે
- અગાઉ પરીક્ષામાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં રોકાયેલ શખ્સો ઉપર એસઓજી તથા ક્રાઇમ બ્રાંચ દ્વારા નજર રાખવામાં આવી રહી છે .
- 45 પોલીસ ઇન્સ્પેક્ટર, 20 એસસીપી તથા પોલીસ કમિશનર તકેદારીરૂપે બંદોબસ્તના પેટ્રોલિંગમાં ફરશે