મુંબઈ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- મુંબઈમાં કેસ વધી રહ્યા છે, રાજ્યમાં 3નાં મોત
મુંબઇ અને મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળતા રાજય સરકાર અને સ્થાનિક મહાનગરપાલિકા તંત્રએ તકેદારીના પગલા લેવાનું ફરીથી શરૂ કરી દીધુ છે. રાજ્યમાં કોવિડ-19ના કેસ 1000 નજીક પહોંચી ગયો છે. મુંબઈમાં શુક્રવારે 276 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જો કે કોઈ મૃત્યુ નોંધાયા નથી. જ્યારે મહારાષ્ટ્રમાં 926 નવા કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં ત્રણ મૃત્યુ નોંધાયા છે.
દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોવિડ-19ની શુક્રવારે સ્થિતિની સમીક્ષા કરતી વખતે રાજ્યોને હોટસ્પોટની ઓળખ કરવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે ટેસ્ટિંગ વધારવા જણાવ્યું હતું. તેમણે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, કે કેમ તે તપાસવા હોસ્પિટલોની મુલાકાત લેવા પણ કહ્યું હતું.
મુંબઇ ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 216 કોરોના દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 19ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે એક દર્દીનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં 926 નવા કોવિડ-19 કેસ અને 3 મૃત્યુ નોંધાયા સાથે રાજ્યમાં 4,487 સક્રિય કેસ છે.