No results found

    ભરૂચના 19 કેન્દ્રો પર 3551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 194 વિદ્યાર્થીઓ ગેરહાજર | 3551 students took the exam at 19 centers in Bharuch, 194 students absent. | Times Of Ahmedabad

    ભરૂચ38 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ભરૂચ શહેરના 19 કેન્દ્રો ઉપર સોમવારે શાંતિપૂર્ણ રીતે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી ગુજકેટ આજરોજ તા 3 એપ્રિલે લેવાઈ હતી.રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

    ભરૂચ શહેરના 19 પરીક્ષા કેન્દ્રો ઉપર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં કુલ નોંધાયેલા 3649 પૈકી 3551 છાત્રો હાજર રહ્યા હતા. જ્યારે 98 ગેરહાજર નોંધાયા હતા.બાયોલોજીના પેપરમાં 1895 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 56 ઉપસ્થિત રહ્યા ન હતા. મેથ્સની પરીક્ષામાં 1705 માંથી 1662 એ પરીક્ષા આપી હતી. ગણિતમાં 43 છાત્રો પરીક્ષા આપવા આવ્યા ન હતા. ગુજકેટના તમામ વિષયોમાં ગેરરીતિ કે અન્ય કોઈ બનાવ બન્યો ન હતો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال