Thursday, April 27, 2023

ટંકારામાં પ્રૌઢની જમીન પચાવી 2 દુકાનો બનાવી નાખી, પોલીસે 3 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી | In Tankara, Praudh's land was encroached and 2 shops were built, police registered a case against 3 persons under the Land Grabbing Act and conducted investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Tankara, Praudh’s Land Was Encroached And 2 Shops Were Built, Police Registered A Case Against 3 Persons Under The Land Grabbing Act And Conducted Investigation.

મોરબી37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટંકારા પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રૌઢની જમીન પચાવી પાડી ત્રણ ઇસમોએ બે દુકાનો બનાવી નાખી હોય જે બનાવ મામલે ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીના રાજપર ગામના રહેવાસી દીપક કરમશીભાઈ મારવણીયાએ આરોપી આમદ નુરા માંડકીયા, હનીફ નુરા માંડકીયા અને અલી આમદ બાદી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, દીપકભાઈની ટંકારાના સર્વે નંબર 735ની જમીન હે. 0.76.89 ચો.મી. જમીન વાળી વર્ષ 2003 ના વર્ષમાં ખરીદ વેચાણ કરેલી ત્યારથી જમીનનો કબજો દીપકભાઈ પાસે હતો, પરંતુ જમીન પર અવરજવર ઓછી હોવાથી તા. 07-03-2016થી જમીન પર ટંકારા ગામના આમદ નુરા માંડકીયા, હનીફ નુરા માંડકીયા અને ખીજડીયા રહેતા અલી આમદ બાદીએ ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરી બે દુકાનો બનાવી દીધી હતી. જેથી ગત તા. 07-02-2023ના રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટના નવા કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી અને તા. 05-04-2023 થી કલેક્ટર તરફથી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો.

જેથી ટંકારા પોલીસે આરોપી આમદ નુરા માંડકીયા (રહે ટંકારા), હનીફ નુરા માંડકીયા અને અલી આમદ બાદી (રહે ખીજડીયા તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદીની માલિકીની ટંકારા તાલુકાની સર્વે નં 735ની જમીન હે. 0.76.89 ચો.મી વાળી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડી દુકાનો બનાવી દીધી હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.