No results found

    કિરણ પટેલને લઈને પોલીસ ઘોડાસર પહોંચી, પૂરાવા શોધવા 2 કલાક સુધી તપાસ કરાઈ | Ahmedabad crime branch reach Dr kiran patel house with accused fro evidence collect | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    મહાઠગ કિરણ પટેલને ગયા શનિવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે કિરણ પટેલના 07 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે સંદર્ભે આજે કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘોડાસર સ્થિત તેના ઘરે તપાસ અર્થે પહોંચી હતી.

    બે માળના ઘરમાં બે કલાક તપાસ
    ઘોડાસરની સોસાયટી પ્રેસટીઝ મધુવન ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને પહોંચી હતી. જ્યાં તેના ઘર ‘અમૃતાલયમ’ માં કિરણ પટેલને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી. લગભગ 02 કલાક જેટલો સમય ઘરની અંદર આ તપાસ ચાલી હતી. બે માળનાં ઘરમાં સતત ઉપરના અને નીચેના રૂમમાં તપાસ ચાલી હતી. કિરણ પટેલ વૈભવી લાઈફ સ્ટાઇલ જીવતો વ્યક્તિ છે. જેના ઘરમાં એસી, મોટું LED ટેલિવિઝન, સોફા અને ગાડી છે.

    પૂર્વ મંત્રીના બંગલાની ચાવીઓ, નક્શો અને પત્રિકા મળી
    કિરણ પટેલના ઘરમાંથી એચડીએફસી બેંક, યુનિયન બેંક, અલ્હાબાદ બેંકના એકાઉન્ટની વિગતો મળી આવી હતી. આ ઉપરાંત મંત્રીના ભાઇનો જે નિલકંઠ બંગલો પચાવી પાડવામાં આવ્યો હતો. તેની ચાવીઓ, નક્શો તથા આમંત્રણ પત્રિકા મળી આવી હતી. 100ના અને 50ના બ્લેન્ક સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેણે અન્ય કોઇ લોકો સાથે ઠગાઇ કરીને તેને લગતા કોઇ દસ્તાવેજ કે ડોક્યુમેન્ટસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.

    માલિનીને સાથે રાખીને કિરણ પટેલની પૂછપરછ કરાશે
    કિરણ પટેલ પર અત્યારે ઠગાઈના ગુન્હા અંતર્ગત કેસ ચાલી રહ્યો છે. પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ છે. કારણ કે, કિરણ પટેલ પોતાને PMOનો અધિકારી કહીને બધાને ઠગતો હતો. ઉપરાંત સરકારી સિક્યુરિટી પણ વાપરતો હતો. ઉલ્લેખનીય છે કે, રિમાન્ડ બાદ તેને 15 એપ્રિલે મેટ્રોકોર્ટ અમદાવાદ ખાતે ફરી રજૂ કરવામાં આવશે. હવે માલિનીને સાથે રાખીને કિરણ પટેલની પૂછપરછ કરવામાં આવશે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال