પાટણ7 કલાક પહેલા
- કૉપી લિંક

- અભ્યારણ માટે પ્રવાસન વિભાગે ઍક વર્ષ પુર્વે ગ્રાન્ટ મંજૂર કરી હતી , પ્રથમ તબક્કાની ગ્રાન્ટ ફાળવતા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.
- અભ્યારણમાં વાડીલાલ તળાવમાં પક્ષી અને રણમાં ઘુડખર નિહાળવાના પોઇન્ટ , રહેવા – જમવાની સુવિધા અને પ્રશિક્ષણ માટેના વર્ગ બનશે.
પાટણના સમી ખાતે એશિયાના એકમાત્ર કોડધા ઘુડખર અભ્યારણને ઇકો ટુરીઝમ પોઇન્ટ તરીકે વિકસાવવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એક વર્ષ પૂર્વે સરકાર દ્વારા 4.47 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇકો ટુરીઝમ પોઇન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવા માટે બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા આયોજન વિભાગ દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા ટુંક સમયમાં કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરશે.

પાટણમાં સમી ખાતે આવેલા કોડધા ગુડખર અભ્યારણમાં વાડીલાલ તળાવમાં શિયાળામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય સાથે ઘુડખર નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય સ્થળનો ઇકો ટુરીઝમ પોઇન્ટ તરીકે વિકાસ કરવા માટે આયોજન કરાયું છે.જેમાં અભ્યારણ ખાતે આવતા પ્રવાસીઓને રહેવા અને જમવાની સુવિધા , રાત્રી રોકાણ , પ્રશિક્ષણ વર્ગ , પક્ષીઓ નિહાળવા માટેનો વાડીલાલ પોઇન્ટ (ટાવર) , ઘુડખર નિહાળવાનો પોઇન્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 4.47 કરોડની ગ્રાન્ડ મંજુર કરવામાં આવી હોય કામગીરી શરૂ કરવા પ્રથમ તબક્કાની બે કરોડની ગ્રાન્ટ આયોજન વિભાગમાં ફાળવવામાં આવ્યું હતું. આયોજન વિભાગ દ્વારા આ ગ્રાન્ટ વન વિભાગને સુપ્રત કરવામાં આવી છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અભ્યારણમાં વિકાસના કામોનું આયોજન કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે ટેન્ડર મંજૂર થયા બાદ ઝડપથી આ કામગીરી શરૂ થશે.