Monday, April 10, 2023

પરપ્રાંતિયોને શિકાર બનાવનાર ચાર શખસને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા, ટોળકીએ 21 દિવસમાં 22 લૂંટ કરી | Rajkot city crime branch nabs four men who preyed on migrants, gang commits 22 robberies in 21 days | Times Of Ahmedabad

રાજકોટ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પકડાયેલ આરોપીઓ - Divya Bhaskar

પકડાયેલ આરોપીઓ

રાજકોટ શહેર અને જિલ્લામાં એકલ-દોલક શ્રમિકને આંતરી છરી બતાવી રોકડ તેમજ મોબાઇલ લૂંટીને હાહાકાર મચાવી દેનાર રિક્ષાચાલક લૂંટારુ અને તેની ગેંગમાં સામેલ એક બાળ તહોમતદાર સહિત ચાર શખસને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ છેલ્લા 20 દિવસમાં રાજકોટ, શાપર વેરાવળ, રીબડા અને મોરબી, વાંકાનેરમાં 22 લૂંટની કબૂલાત આપી હતી. મોટાભાગે પરપ્રાંતિયોને જ શિકાર બનાવતી આ ટોળકી મોબાઇલ અને મામૂલી રકમ લૂંટી લેતા હોવાથી કોઇ ફરિયાદ કરવા આગળ આવતું ન હતું. આથી હિંમત ખુલી જતાં આ લૂંટારૂ ટોળકીએ 22 લૂંટ ચલાવીને આડો આંક વાળી દીધો હતો પરંતુ, એક સપ્તાહ પૂર્વે વતન જઇ રહેલા બે પરપ્રાંતિય મજૂરને છરીના ઘા મારીને કરેલી લૂંટ તેમજ મહિકા ગામના પાટીયા પાસે એક શ્રમિકને છરી બતાવીને મોબાઇલ, રોકડની કરેલી લૂંટ અંગે શહેર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમીના આધારે લૂંટારુ ગેંગને ઝડપી પાડી છે.

રીક્ષામાં બેસાડી અવાવરુ સ્થળે જઈને લૂંટ મચાવતા
દસ દિવસ પૂર્વે શાપર-વેરાવળથી પોતાના વતન મુજ્જફરપુર જવા નિકળેલા બે શ્રમિકને રિક્ષામાં બેસાડી ગોંડલ ચોકડી નજીક અવાવરૂ સ્થળે લઇ જઇ રિક્ષાચાલક સહિત ત્રણ શખસે છરીના ઘા મારી રૂપિયા 250 રોકડા સામાન ભરેલા થેલાની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. લૂંટના ચાર દિવસ પછી વધુ એક શ્રમિકને રિક્ષામાં બેસાડી મહિકા ગામના પાટિયા નજીક છરી બતાવી રોકડ, મોબાઇલ લૂંટી લીધા હતા. બન્ને બનાવમાં રિક્ષા ચાલક અને બે સાગરીતની સંડોવણી હતી. લૂંટની મોડેસ ઓપરેન્ડી સમાન હોવાથી બન્ને લૂંટમાં એક જ ગેંગ હોવાની શંકાથી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા લૂંટારુ ગેંગની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચે મુદ્દામાલ સાથે કરી ધરપકડ
લૂંટમાં લોધિકાના પારડી ગામના દર્શન ઉર્ફે ભૂદેવ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.19), રાજકોટમાં હુડકો પાછળ નાળોદાનગરમાં રહેતા મયુર રવજીભાઇ ડાભી (ઉ.વ.19) અને વેલનાથપરા, ખોખળદડ નદી પુલ નીચે રહેતા બીપીન પોપટભાઇ સોલંકી (ઉ.વ.20) તથા એક બાળ તહોમતદારની સંડોવણી હોવાની ક્રાઇમ બ્રાંચને સચોટ બાતમી મળી હતી. બાતમી આધારે વોચ ગોઠવીને સગીર આરોપી સહિત ચારેય શકમંદને ગોંડલ-અમદાવાદ હાઇ-વે પર કે.પી. ઇન્ડસ્ટ્રિઝ ઝોન જવાના રસ્તા પરથી રિક્ષા સાથે અટકાયતમાં લઇ લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી બે છરી અને લૂંટમાં ગયેલો અમુક મુદ્દામાલ મળી આવ્યો હતો.

એક મહિનામાં 22 શ્રમિકોને લૂંટ્યા
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેર પોલીસમાં નોંધાયેલી ઉપરોક્ત બે લૂંટ સિવાય મેટોડા, શાપર, ગોંડલ, મોરબી અને વાંકાનેર સહીતના સ્થળે અન્ય 20 લૂંટ મળી એક મહિનામાં 22 શ્રમિકોને છરી બતાવી લૂંટી લીધાની કબૂલાત આપી હતી. આ ટોળકી મોજશોખ, નાના-મોટા નશા માટે લૂંટ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઝપાઝપીમાં શ્રમિકને છરીના ઘા વાગ્યા
પોલીસે પકડેલા આરોપી પૈકી લૂંટારુ ગેંગના સૂત્રધાર મનાતા રિક્ષાચાલક દર્શન ઉર્ફે ભૂદેવ ભરતભાઇ ચૌહાણના હાથમાં પાટો બાંધલો હતો. ઇજા અંગે કરાયેલી પૂછપરછમા આરોપી દર્શને ગોંડલ ચોકડી નજીક બે શ્રમિકે પ્રતિકાર કરતા પોતે ડરાવવા માટે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રમિકને છરીના ઘા વાગ્યા હતા પરંતુ ઝપાઝપીમાં તેના હાથમાં પણ છરી ખૂંપી જતાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા તેવી કબૂલાત આપી હતી.

બાળ આરોપી સાથે ગેંગ બનાવી 22 લૂંટને અંજામ આપ્યો
લૂંટારુ ગેંગનો સૂત્રધાર તેના મામાની રિક્ષા ભાડે ચલાવે છે. દેખાવ ખાતર રિક્ષા ચલાવતા દર્શને તેના મિત્રો મયૂર, બિપીન અને બાળ આરોપી સાથે ગેંગ બનાવીને એકલ દોકલ શ્રમિકને લૂંટાવાનું શરૂ કરી એક મહિનામાં કરેલી 22 લૂંટમાં જેટલા મોબાઇલ લૂંટ્યા હતા એ તમામ મોબાઇલ ગુજરી બજારમાં પાણીના ભાવે વેચીને રોકડી કરી લીધી હતી.

21 દિવસમાં 22 લૂંટ કરી
રિક્ષા લઇને શ્રમિકોને લૂંટવા નિકળી પડતી ટોળકીએ 10 થી 30 માર્ચ એટલે કે 21 દિવસમાં 22 લૂંટ કરી છે. આ ટોળકી એક દિવસમાં ત્રણથી પાંચ લૂંટ પણ કરતી હતી. કબૂલાત મુજબ ગણતરી કરવામાં આવે તો આ ટોળકએ 11 માર્ચના દિવસે 2, 12 માર્ચના 1, 14 માર્ચના રોજ 1, 15 માર્ચના રોજ 2, 16 માર્ચના દિવસે 1, 17 માર્ચના રોજ 5, ૨3 માર્ચના દિવસે 1,25 માર્ચના રોજ 1, 26 માર્ચના 4, 27 માર્ચના 2, 29 અને 3૦ માર્ચના રોજ એક-એક લૂ઼ંટ કરી હતી. આમ માત્ર 11 દિવસમાં 22 લૂંટ કરીને તરાખાટ મચાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: