જામનગર41 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની જામનગર બ્રાન્ચ દ્વારા વિશ્વભરમાં ‘ડબલ્યુ.એચ.ઓ. ડે’ તરીકે ઉજવવામાં આવે છે. જેની જામનગરમાં પણ વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને એક (સાઈકલોથોન) સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે આ રેલી યોજાઇ હતી અને વિશ્વભરમાં હેલ્થ ફોર ઓલ’ આપવાના ભાગરૂપે આ રેલીનું સૂત્ર સાથે લોકોને એક સંદેશો આપવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન જામનગરની સાથે જામનગર સાયકલિંગ ક્લબ અને ઇન્ડિયનસાયકલિસ્ટ કલબના હોદ્દેદારો જોડાયા હતા.

જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજથી રોજી પોર્ટ સુધી 25 કી.મી. યોજાયેલી સાયકલ રેલીનો પ્રારંભ સવારે 6 વાગ્યે એમપી શાહ મેડિકલ કોલેજના પ્રાંગણથી કરવામાં આવ્યો હતો, જ્યાં ઇન્ડિયન મેડિકલ એસોસિયન નેશનલ બ્રાન્ચના પૂર્વ ઉપપ્રમુખ વિજય પોપટ દ્વારા લીલી ઝંડી બતાવી આપી પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં 100થી વધુ સાયકલવીરો જોડાયા હતા. જેએમપી શાહ મેડિકલ કોલેજથી પ્રારંભ થઇ રોઝી પોર્ટ સુધી અને ફરીથી એમ પી શાહ મેડીકલ પૂર્ણ થઈ હતી.