No results found

    ભરૂચના 3 લાખ પાઇપ્ડ ગેસ ધારકો, દોઢ લાખ વાહનચાલકોને રાહત; CNGમાં કિલોએ રૂ.5.86, PNGમાં 2.84નો સ્ટાન્ડર્ડ ક્યૂબીક મીટરે ઘટાડો | Relief to 3 lakh piped gas holders of Bharuch, one and a half lakh motorists; CNG reduced by Rs.5.86 per kg, PNG by Rs.2.84 per standard cubic meter | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Bharuch
    • Relief To 3 Lakh Piped Gas Holders Of Bharuch, One And A Half Lakh Motorists; CNG Reduced By Rs.5.86 Per Kg, PNG By Rs.2.84 Per Standard Cubic Meter

    ભરૂચએક કલાક પહેલા

    • કૉપી લિંક

    ગુજરાત ગેસ કંપની દ્વારા CNG અને PNG માં શનિવારે 7 થી 8 ટકાનો ઘટાડો કરાતા ભરૂચ જિલ્લામાં 3 લાખ પાઇપ્ડ ગેસ ધારકો અને દોઢ લાખ વાહનચાલકોને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે.

    આજે શનિવારે ઘરવપરાશનાં ગ્રાહકો માટે પી.એન.જી. ના ભાવમાં સ્ટાન્ડર્ડ કયુબિક મીટર દીઠ ₹3.84 જેટલો ઘટાડો કરાતા ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાનાં 3 લાખ જેટલા પાઇપ્ડ ગેસનાં વપરાશકર્તાઓને દર મહિનનાં ગેસ બિલમા ₹200 થી 300ની બચત થશે. ડોમેસ્ટિક ઘરેલુ પી.એન.જી. ગેસનાં 50.43 સામે નવા ભાવ સ્ટાન્ડર્ડ કયુબિક મીટરે ₹ 46.69 કરાયો છે.

    સી.એન.જી. ગેસનાં ભાવ પણ કિલોએ 78.52 થી ઘટાડી 72.76 કરાયા છે. સીએનજીના ભાવમાં કિલો એ 5.86 નો ઘટાડો કરાતા વાહન ચાલકોને રાહત મળી રહેશે. રાજ્યમાં ગુજરાત ગેસ કંપની લિમિટેડના 751 CNG પંપ આવેલા છે. ભાવોમાં ઘટાડાથી 12 લાખ રીક્ષા, 6 લાખ કારચાલકો, 18.50 લાખ ગૃહિણીઓ, 14000 કોમર્શિયલ અને 4354 ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમરને રાહત સાંપડશે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال