- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Minister Rishikesh Patel Said: State level Celebration Will Be Held At Jamnagar, 551 Development Works Worth More Than 300 Crores Will Be Gifted.
અમદાવાદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
1 મે એટલે ગુજરાત સ્થાપના દિન ત્યારે આ વર્ષે જામનગર ખાતે થશે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થશે. જેમાં 00 કરડોથી વધુના 551 જેટલા વિકાસકાર્યોની ભેટ પ્રજાને મળશે.
551 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ
આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 63મા ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં રાજ્યપાલશ્રીઆચાર્ચ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે.મુખ્યમંત્રીના વરદ હસ્તે કુલ રૂ. 303.49 કરોડની રકમના કુલ 551 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ- ખાતમુહુર્ત / ઈ-ભૂમિપુજન કરવામાં આવશે
મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ
વધુમાં ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવનાર છે.આ ઉજવણીમાં મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે.પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની 21 જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શો નું આયોજન કરવામાં આવ્યું છે.
SPC સમર કેમ્પ યોજાયો
વધુમાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં 21 મી એપ્રિલ થી સાત દિવસીય સ્ટુડન્ટ કેડેટ SPC સમર કેમ્પ યોજાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 487 જેટલા એકમમાં યોજાયેલ સાત દિવસીય SPC સમર કેમ્પમાં કુલ 15881 વિદ્યાર્થીઓએ ભાગ લઇને તાલીમનો લાભ મેળવ્યો છે. જેમાં ૮૧૬૫ વિદ્યાર્થીઓ અને 7716 જેટલી વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના તમામ શહેર / જિલ્લા ખાતે યોજાયેલ આ સમર કેમ્પમાં ભાગ લઇ રહેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPCને 7 દિવસ માટે કેમ્પમાં બોલાવવામાં આવે છે.
વિવિધ પ્રવૃતિઓ કરાવમાં આવે છે
પ્રવક્તા મંત્રીએ આ કેમ્પમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અને તાલીમ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન, આનાપાન-ધ્યાન, સંગીતના તાલે પીટી, ઝુંબા ડાન્સ, એરોબીક એકસરસાઇઝ, યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવે છે. એસ.પી.સી. યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદન પ્રદાન થાય છે. બાળ કવિતા, અભિનય, ગીત, જીવનના અનુભવ વિગેરે ની અભિવ્યકિત તેમજ સાંજના સમયે પી.ટી. ગણવેશમાં પરંપરાગત રમતો જેવી કે, સાતોલીયુ, ખો-ખો, કબડ્ડી, ધમાલ ધોકો, વોલીબોલ, ફુટબોલ વિગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવે છે. રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવવામાં આવે છે.