પાટણ જિલ્લામાં 31,740 ઉમેદવારો આપશે પરીક્ષા, 8 તાલુકામાં 97 કેન્દ્રો પર 1058 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા | 31,740 candidates will take the exam in Patan district, seating arrangements in 1058 classrooms at 97 centers in 8 talukas | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 31,740 Candidates Will Take The Exam In Patan District, Seating Arrangements In 1058 Classrooms At 97 Centers In 8 Talukas

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની જાહેર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તારીખ 9 એપ્રિલના રોજ આયોજન કરાયું છે. જેમાં પાટણ જિલ્લા સહિત રાજ્યના 3000 થી વધુ કેન્દ્રો પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

9 એપ્રિલ રવિવારના રોજ બપોરે 11:30 થી 1:30ના સમય દરમિયાન આયોજિત જુનિયર ક્લાર્ક વર્ગ- (વહીવટ/ હિસાબ) સંવર્ગની આ ભરતી પરીક્ષામાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય તમામ 8 તાલુકામાં 96 પરીક્ષા કેન્દ્ર પર 1058 બ્લોકમાં 31,740 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જિલ્લામાં શાળા-કોલેજોનાં બિલ્ડીંગમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે.

આ વખતે ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા ફુલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જેમાં તમામ 8 કેન્દ્ર ૫૨ સીસીટીવી ઓબ્ઝર્વ દ્વારા સીસીટીવીનું લાઈવ નિરીક્ષણ કરિશે. પરીક્ષા ખંડ સહિત સમગ્ર પરીક્ષા કેન્દ્રમાં થતી ક્ષણે ક્ષણની ગતિવિધિઓ પર સીસીટીવી કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવશે. જિલ્લા કક્ષાએ વિવિંગ કમિટી પણ બનાવી છે. જિલ્લાની કમિટીમાં અધ્યક્ષ તરીકે કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે સાથે ડીડીઓ એસ.પી નિવાસી અધિક કલેકટર અને ડી.ઇ.ઓ નો પણ સમાવેશ કરાયો છે. બોર્ડ પ્રતિનિધિ તરીકે ક્લાસ વન અને ક્લાસ 2 ગેજેટેડ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ફ્લાઈંગ સ્કવોડ અને તેની સાથેની ટીમમાં રાજ્યના વિવિધ વિભાગના અધિકારીઓ નો સમાવેશ કરાયો છે.

જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી એ જણાવ્યું હતું. કે ગેરરીતિ ન થાય તે માટે ફુલ પ્રુફ વ્યવસ્થા કરાશે.પરીક્ષા કેન્દ્રો સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવી કેમેરાની સીધી દેખરેખ રહેશે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ ઉપરાંત આ વખતે સીસીટીવી ફૂટેજની ચકાસણી માટે વિવિંગ કમિટી બનાવી છે. આ કમિટી કઈ રીતે શું કામ કરશે તેની બોર્ડ પાસે ગાઈડ લાઈન માંગવામાં આવી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિતઆ પરિક્ષાને અનુલક્ષીને પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીની સૂચના, માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવી સુચારુ આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post