વાંસદા તાલુકામાં 3500 BPL કાર્ડને APL કરી દેવાતા ગ્રામજનોમાં રોષ, તંત્રએ કહ્યું- તમામ કાર્ડને મૂળસ્થિતિમાં BPL કરી દેવાશે | In Vansda taluka, 3500 BPL cards are being converted into APL, anger among the villagers, the system said - all the cards will be converted to BPL in their original state. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Vansda Taluka, 3500 BPL Cards Are Being Converted Into APL, Anger Among The Villagers, The System Said All The Cards Will Be Converted To BPL In Their Original State.

નવસારી32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વાંગણા સહિતના સરહદી વિસ્તારના ગામોમાં 3500 જેટલા પરિવારના BPL (ગરીબી રેખા હેઠળ)ના કાર્ડને APLમાં ફેરવી નખાતા ગામલોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ હતી. જો કે, હવે આ વિવાદ આગળ વધે તે પહેલા જ તંત્રએ જે લોકોના કાર્ડને BPLમાંથી APL કરી દેવામાં આવ્યા છે તે તમામ કાર્ડને ફરી BPL કરી દેવાની ખાતરી આપી વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરાયો છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણા સહિતના ગામોમાં ગરીબ આદિવાસી પરિવારો એકદમ ગરીબીની હાલતમાં રહેતા હોવા છતા તંત્ર દ્વારા તેઓના BPL કાર્ડ રદ કરી APL કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે જે તે પરિવારના કાર્ડ સ્થગિત કરી દેવામાં આવતા હોબાળો થયો હતો અને રાજનીતિ પણ ગરમાઈ હતી. બોર્ડર વિલેજના વાંગણ, માનકુનિયા, ખાંભલા અને ચો૨વણી નિરણના ગામોમાં લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી આપી હતી. તો ભાજપે આ મામલે રાજનીતિ થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરાવવાની વાત કરી હતી.

આ વિવાદ વધુ વકરે તે પહેલા જ તંત્રએ તેનો નિર્ણય બદલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેશનકાર્ડની સમસ્યા હલ કરી દેવામાં આવી છે, આગામી સમયમાં જે BPL કાર્ડ ધારકો હતા તેમને APL સમાવવામાં આવ્યા હતા તેવા કાર્ડ ધારકોને પણ મૂળ સ્થિતિમાં BPL કરી દેવામાં આવશે, મામલતદારના જણાવ્યા મુજબ તમામને અનાજ આપવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જે સમસ્યા હતી તે ઉકેલાતી હોય તેવી વાત મામલતદાર પાસેથી જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post