Saturday, April 8, 2023

ગુજરાત યુનિ.ની સેમેસ્ટર 4ની પરીક્ષા 18 એપ્રિલથી શરૂ થશે | Semester 4 exam of Gujarat University will start from April 18 | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • 25મી એપ્રિલ સુધી બે પાળીમાં પરીક્ષા લેવાશે

ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સેમેસ્ટર-4ની તેમ જ એમએ સેમેસ્ટર-4ની બીજા તબક્કાની પરીક્ષાનો 18 એપ્રિલથી પ્રારંભ થશે. 18થી 25 એપ્રિલ દરમિયાન આયોજિત આ પરીક્ષા આશરે 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે. સવારની પાળીની 11.30થી બપોરે 2 કલાક સુધીમાં બીએ, બીએસસી, બીબીએ, બીસીએ, એમએ સેમેસ્ટર-4ની પરીક્ષા યોજાશે. આશરે 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-4ની પરીક્ષા ​​​​​​​
બીજી પાળીની પરીક્ષા બપોરે 3થી 5.30 દરમિયાન યોજાશે, જે બીકોમ સેમેસ્ટર-4ની પરીક્ષા આશરે 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે. બીજા તબક્કાની પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર મળીને કુલ 100થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષાની જેમ બીજા તબક્કાની પરીક્ષામાં પણ કુલ 200 જેટલા નિરીક્ષકો પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તેની દેખરેખ રાખશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: