No results found

    બેડી પાસે રોઝી બંદરથી બોટ સાથે 4 આતંકવાદી ઝડપાયા : મોકડ્રિલ | 4 terrorists nabbed with boat from Rosy port near Bedi : Mockdrill | Times Of Ahmedabad

    જામનગર39 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • ડમી બોમ્બ સાથે આરોપી પકડ્યા

    જામનગર નજીક બેડી પાસે આવેલા રોઝી બંદરના દરિયામાં આતંકવાદી ઘૂસી ગયા હોવાની બાતમી પરથી પોલીસે દરિયામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 1 બોટ સાથે 4 આતંકવાદીને પકડી પાડ્યા હતા. જોકે બાદમાં આ ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત મોકડ્રિલ જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

    જામનગર નજીક રોઝી બંદર પાસે આવેલા દરિયામાં 4 આતંકવાદીઓ બોટમાં ઘૂસી ગયા છે તેવા મેસેજ મળતા જ મરીન પોલીસ, એસઓજી, એલસીબી સહિતના પોલીસ વિભાગ ત્યાં દોડી ગયો હતો અને તપાસ કરતા બેડી મરીન પોલીસ જવાનોએ રોઝી બંદર નજીક દરિયામાથી 1 બોટ સાથે 4 આંતકીઓ પકડી પાડયા. જે બાદ આ તમામ ગતિવિધિઓ ઓપરેશન સાગર સુરક્ષા કવચ કવાયત દરમિયાન મોકડ્રિલ જાહેર થઈ. ડમી આંતકીઓ ડમી બોમ્બ સાથે પકડવામા મરીન પોલીસ સફળ રહી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال