5 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી અમદાવાદી વેપારીનાં એકાઉન્ટમાંથી 17.84 લાખ પડાવ્યા | 17.84 lakhs withdrawn from Ahmedabadi businessman's account after making an online payment of Rs 5, filed a complaint in the cyber crime police station | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 17.84 Lakhs Withdrawn From Ahmedabadi Businessman’s Account After Making An Online Payment Of Rs 5, Filed A Complaint In The Cyber Crime Police Station

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. લોકો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી બેંકમાંથી રૂપિયા ઉપડી જવાની ઠગાઈની ઘટનાઓ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં સામે આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટિઝન વેપારીને આંખનાં લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો. ચેન્નઈના ઠગોએ ટ્રેકોન કુરિયરમાં 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને 17.84 લાખ રૂપિયા આ સિનિયર સિટિઝન વેપારીના એકાઉન્ટમાંથી કાઢી લીધા હતાં. આ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વ્હોટ્સએપ પર ઓર્ડરનો મેસેજ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં સ્થિત શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાંથી મોતિયાનાં ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. તેમના કઝિન ભાઈ રાજેશભાઈ દવે જે મુંબઈ ખાતે રહે છે, તેઓ આ લેન્સ માટેની હોલસેલ ડિસ્ટ્રીબ્યુશનશીપ ધરાવે છે એટલે તેમણે તેમને વ્હોટ્સએપ પર આ ઓર્ડરનો મેસેજ કર્યો હતો.

5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું
તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, ‘લેન્સનો ઓર્ડર ચેન્નઈ આપી દીધો છે અને તે ટ્રેકોન કુરિયર મારફતે મોકલી આપશે. બે દિવસ બાદ ઓર્ડર નહીં મળતાં ટ્રેકોન કુરિયરનાં કર્મચારી સાથે વાત કરતાં તેણે 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું હતું. ત્યારબાદ તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ મંગાવ્યું હતું. બીજા દિવસે ફરિયાદીનાં ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી 17 લાખ 84 હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. ત્યારબાદ ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post