પાટણ જિલ્લામાં આજે નવા 5 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 23 પર પહોંચ્યો | 5 new cases were reported in Patan district today, the number of active cases reached 23 | Times Of Ahmedabad

પાટણ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

પાટણ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે.ત્યારે મંગળવારે કોરોનાના 5 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 4 અને ચાણસ્મા 1 એમ કુલ 5 કોરોન કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 23 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 36 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે પાટણના ધારપુરમાં 27વર્ષના યુવક, કુંણઘેરમાં 46 વર્ષની મહિલા, ધરતી સોસાયટીમાં 40 વર્ષની મહિલા, હર્ષ નગરમાં 47વર્ષની મહિલા અને રૂપપુર ગામે 38 વર્ષની મહિલાને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો મંગળવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR અને એન્ટીજન મળી કુલ 792 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1પુરુષ અને 4 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 23 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 36 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post