Saturday, April 8, 2023

દારૂનું લાયસન્સ લેવા 5 લાખ માંગી મોડાસાની મહિલાને પતિએ કાઢી મૂકી | A woman from Modasa was kicked out by her husband for asking 5 lakhs to get a liquor license | Times Of Ahmedabad

મોડાસાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પિયરિયાઓએ પતિને પર સ્ત્રી સાથે તેના ઘરમાંથી રંગે હાથે ઝડપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

મોડાસાના પંચવટી સોસાયટીમાં પિતાના ઘરે રહેતી મહિલાને અમદાવાદ નરોડામાં રહેતા સાસરિયાંઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને મહિલાના પતિને ચઢામણી કરાતાં પતિ મહિલાને કહેતો હતો કે મેં તો મારા પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે હું તો તોરલ સાથે રહેવાનો અને સંબંધ રાખવાનો તારે રહેવું હોય તો દારૂના લાયસન્સ માટે ₹5 લાખની માગણી કરાતાં મહિલાએ મોડાસાના પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ તેમજ પતિ દ્વારા આડાસંબંધ ધરાવતી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોડાસામાં રહેતી મેઘાવી રાઠોડના લગ્ન વર્ષ 2014માં સમાજની રીત રિવાજ મુજબ હરદેવસિંહ રાઠોડ સાથે થયા હતા. પતિ મહિલાને કહેતો હતો કે મારે દારૂનું લાયસન્સ લેવું છે તારા બાપના પાસેથી રૂપિયા પાંચ લાખ લઈ આવ તેમ કહી દહેજની માગણી કરી પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ ગુજારાતા બે સંતાનોની માતાએ પિયરની વાટ પકડી હતી પતિને અન્ય પર સ્ત્રી સાથે આડા સંબંધો હોવાથી મહિલાના પિયરીઓ દ્વારા પતિને પર સ્ત્રી સાથે તેના ઘરે રંગે હાથે ઝડપી પાડ્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે

આ અંગે મેઘાવી હરદેવસિંહ રાઠોડે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હરદેવસિંહ પ્રતાપસિંહ રાઠોડ, પ્રતાપસિંહ ગંભીર સિંહ રાઠોડ, કૈલાશબા પ્રતાપસિંહ રાઠોડ, પ્રદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ, સંગીતાબેન પ્રદિપસિંહ રાઠોડ તમામ રહે રઘુ કુલ સોસાયટી સાઈ બાગ રેલવે ક્રોસિંગ પાસે અમદાવાદ, હેતલ બા નાગેન્દ્રસિંહ રહેવર શાયોના એપાર્ટમેન્ટ સેક્ટર 19 ગાંધીનગર મૂળ રહેસરડોઇ તાલુકો મોડાસા, નાગેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ રહેવર રહે સ્વાર્થી બેંગ્લોર સ્કૂલ ની પાસે ગેલેક્સી રોડ નરોડા અમદાવાદ તોરલબેન પ્રવિણસિંહ રાઓલ રહે આતરોલી એપારમેન્ટ કરાઈ રોડ રીંગરોડ ની બાજુમાં નાના ચિલોડા નરોડા અમદાવાદ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…