સરદાર સરોવર નર્મદા બંધ આજે પણ 58 ટકા ભરેલો; ઉનાળામાં અન્ય ડેમોના તળિયા દેખાય છે ત્યારે નર્મદા ડેમ 122 મીટરે | Sardar Sarovar Narmada Dam still 58 percent full today; Narmada Dam at 122 m while the bottoms of other dams are visible in summer | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Sardar Sarovar Narmada Dam Still 58 Percent Full Today; Narmada Dam At 122 M While The Bottoms Of Other Dams Are Visible In Summer

નર્મદા (રાજપીપળા)7 કલાક પહેલા

  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. કેમકે આ એક એવી રાજ્યની મોટી યોજના છે કે જે આખા ગુજરાતને પીવાનું અને સિંચાઇનું પાણી પહોંચાડી શકે છે. ત્રણ રાજ્યોને વીજળી પુરી પાડી શકે છે અને આ યોજનાથી અનેક નદીઓ જીવંત રહી છે. ત્યારે ઉનાળાની શરૂઆત અને આકારો તાપ ચાલુ થઇ ગયો છે અને ધીરે ધીરે તાપમાનનો પારો પણ ઉંચે જઈ રહ્યો છે. ગામે ગામ પાણીની બૂમો પડતા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 16,500 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી રાજ્યના ખેડૂતો નર્મદા કેનાલ મારફતે પાણી લઇ રહ્યા છે. રાજસ્થાનમાં પણ 22.65 ક્યુસેક પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ત્રણ વર્ષના આંકડા જોઈએ તો એપ્રિલ-મે મહિનામાં નર્મદા ડેમમાં 50 ટકાથી વધુ પાણી ચોક્કસ રહે છે.

સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી આજે 122.01 મીટર છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર 1032 ક્યુસેક થઇ રહી છે. જયારે કેનાલ મારફતે 16,500 ક્યુસેક પાણીનો ખર્ચ થઇ રહ્યો છે. હાલ 1582 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે અને 3.240 મિલિયન યુનિટ્સ વીજળીનું ઉત્પાદન પણ કર્યું છે. જોકે હજુ નર્મદા ડેમ 50 ટકા ભરેલો છે એટલે આગામી દિવસોમાં પાણીની તંગી બિલકૂલ રહેશે નહીં.

નર્મદા ડેમની ત્રણ વર્ષની પરિસ્થિતિ

તારીખ જળ સપાટી લાઈવ સ્ટોરેજ વીજળી ઉત્પાદન
12 એપ્રિલ 2021 124.59 mit 2050 mcm 6.518 mus
12 એપ્રિલ 2022 120.23 mit 1260 mcm 2.888 mus
12 એપ્રિલ 2023 122.01 mit 1582 mcm 3.240 mus

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post