No results found

    વલસાડમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, 5 દર્દીઓ ડિસ્ચાર્જ, એક્ટિવ કેસનો આંક 53 ઉપર પહોંચ્યો | 6 new cases of corona were reported in Valsad, 5 patients were discharged, the number of active cases reached 53. | Times Of Ahmedabad

    વલસાડએક કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના RT-PCR ટેસ્ટ પૈકી 6 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જે પૈકી વલસાડમાં 2, વાપી તાલુકામાં 2 અને ઉમરગામ તાલુકામાં 2 દર્દીઓ મળીને કુલ 6 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. વલસાડ જિલ્લામાં 5 કોરોના સંક્રમિત દર્દીઓએ આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવીને 5 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

    વલસાડ જિલ્લાના કોરોના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ગઈ કાલે કરવામાં આવેલા RTPCR ટેસ્ટ પૈકી 6 જેટલા કોરોના સંક્રમિત દર્દી આજે જાહેર થયા હતા. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા દર્દીઓની સંપર્ક હિસ્ટ્રી અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી હાઈ રિસ્ક રીતે સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવીને તેમનું ટેસ્ટિંગ કરવા અને કોવિડ ગાઈડલાઈન અંગે જાણકારી આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આજે વાપી તાલુકામાં રહેતા હતા 10 વર્ષીય બાળક અને વલસાડ તાલુકામાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ સહિત 6 દર્દીઓ સંક્રમિત જાહેર થયા છે. સાથે હોમ આઇસોલેશન દરમ્યાન જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال