ભાવનગરના આડોડીયાવાસમાથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દંપતી ઝડપાયું, રૂ.61 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે | Couple nabbed with quantity of English liquor from Adodiawasa in Bhavnagar, seized worth more than Rs.61 thousand | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના બી-ડીવીઝન પોલીસે આડોડીયાવાસ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત એક સુરદાસ તેની પત્ની સાથે મળી તેના ઘરમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતાં હોય આ દંપતિને ઈંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજરોજ ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન-બી-ડીવીઝન પોલીસે દેશી-ઈંગ્લીશ દારૂના વેચાણ માટે કુખ્યાત બનેલા આડોડીયાવાસ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ રોજી હતી જેમાં વાસમાં ડબલ થાંભલા પાસે રહેતા સુરદાસ પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદ રાઠોડ ના રહેણાંકી મકાનમાં રેડ કરી પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.61,700 સાથે સુરદાસ પ્રદિપ ઉર્ફે પપ્પુ તથા તેની પત્ની પૂજા પ્રદિપ રાઠોડ ઉ.વ.46 ની મુદ્દામાલ સાથે ધડપકડ કરી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post