Thursday, April 27, 2023

સુરેન્દ્રનગરમાં રૂ.6.25 કરોડના ખર્ચે વેઈટિંગ હોલ, કેન્ટીન, ઇલેક્ટ્રીક રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ સાથેનું બસ સ્ટેન્ડ તૈયાર, કાલે CM કરશે લોકાર્પણ | Bus stand with advanced facilities including waiting hall, canteen, electric room ready at a cost of Rs.6.25 crore in Surendranagar, CM will launch it tomorrow | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Bus Stand With Advanced Facilities Including Waiting Hall, Canteen, Electric Room Ready At A Cost Of Rs.6.25 Crore In Surendranagar, CM Will Launch It Tomorrow

સુરેન્દ્રનગર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે. આ અંતર્ગત રાજકોટ વિભાગમાં આવેલા સુરેન્દ્રનગરનાં નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી મુસાફરોની સુવિધા અર્થે જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં 20,083 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા આ બસ સ્ટેશન રૂ.6.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળુ આ બસ સ્ટેન્ડ તૈયાર થતા જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ બસ સ્ટેશનમાં કુલ 14 પ્લેટફોર્મ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ પણ હશે.

સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે દૈનિક ધોરણે સુરેન્દ્રનગર ડેપોની 140 અને અન્ય ડેપોની કુલ 140 બસો મળીને કુલ 280 બસોમા 5000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. આ નવીન બસસ્ટેશનનું લોકાર્પણ થતા આ મુસાફરો માટે બસની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

ટ્રાફિક ઓફિસ રૂમ, વહીવટ ઓફિસ, ઇન્કવાયરી રૂમ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ સહિતની તમામ સુવિધાઓ આ સ્ટેશનમાં ઉપલબ્ધ છે. પાર્સલ રૂમ, ઇલેક્ટ્રીક અને જનરેટર રૂમ, મુસાફરો માટે શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પ, બુકિંગ રૂમ, ડ્રાઇવર કંડકટર રેસ્ટ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, સ્પેસ ફોર લોકર સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related Posts: